અમદાવાદ મા મોટી ઘટના બની 5 માળ ની બીલ્ડીંગ ધરાશાહી
અમદાવાદ મા એક મોટી ઘટના સામે આવી છે. અમદાવાદ ના જમાલપુર મા પાંચ માળ ની બીલ્ડીંગ એકા એક પડી હતી અને ચારે બાજુ અફરાતફરી મચી જવા પામી હતી.
ગઈ કાલે તાઉ-તે વાવાઝોડા એ ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા તબાહી મચાવી દીધી હતી અને હાલ તમામ જીલ્લા ઓ મા સમાર કામ ચાલુ છે ત્યારે અમદાવાદ ના જમાલપુર મા પાંચ માળની બીલ્ડીંગ અચાનક ધરાશાહી થય હતી સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર બીલ્ડીંગ હલવા લાગતા લોકો બહાર ની તરફ ભાગ્યા હતા.
અમદાવાદ મા જમાલપુર ગણો ગીચ વિસ્તાર છે હાલ કેટલા લોકો બીલ્ડીંગ મા ફસાયેલાં છે તે સામે નથી આવ્યુ. અને સ્થાનીક લોકો દ્વારા અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોચી ગયુ હતું.