આખરે ગોપાલ ઈટાલીયા એ માફી માંગી : જાણો શુ હતુ માફી માંગવાનું કારણ ??
આમ આદમી પાર્ટી હાલ ખુબ જોર શોર મા ચાલી રહી છે અને પાર્ટી મા નવા નવા ચેહરા ઓ ને જોડી રહી છે. જ્યારે સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભારે રોષનો સામેનો કરવો પડ્યો હતો.
આ રોષ નુ કારણ મુખ્યત્વે સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ બ્રાહ્મણો અને હિન્દુ પરંપરાઓનું અપમાન કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજના સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતા ઈટાલિયાએ આજે માંફી માંગી છે.
આ માફી માંગતા ગોપાલ ઈટાલીયા એ કીધું કહુ કે “ભુતકાળ મા મારી કોઈ વાત થી કે વર્તન થી વ્યવહાર થી ખરેખર જો આવુ બન્યુ હોય તો હુ એમા ખુલ્લા મન થી ક્ષમા માંગુ છુ. એમા કોઈ મોટી વાત નથી ખરેખર જો આવુ કાઈ કૃત્ય કર્યુ હોય બન્યુ હોય , ઈરાદા કે ઈરાદાથી કે ગેર ઈરાદાથી ક્યાય પણ તો ક્ષમા માંગવામાં મને સંકોચ નથી પણ મારી વાત એટલી છે આવુ અત્યારે જ શા માટે થાય છે?? અને કેમ ચુંટણી આવે ત્યારે અને કોઈ પાર્ટી સક્રીય થાય ત્યારે જ આવી લાગણી ઓ દુભાઈ છે?? પણ ખરાદીલ થી કોઈ ને દુખ થયુ હોય તો માંફી માંગીએ છીએ એમા કોઈ સવાલ નથી..