આજે હનુમાનજી આ રાશિ ના જાતકો નો દીવસ ધન્ય કરી દેશે જાણો આજનું રાશિફળ
મેષ : વામન મદન દ્વાદશી, વિષ્ણુ દમનોત્સવ. શનિ પ્રદોષ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ-રાહત થતી જણાય.
વૃષભ : આજનો શનિવાર પુત્ર પૌત્રાદિકના- પતીના કામમાં ખર્ચનો રહે. આકસ્મિક કોઇ કામ થાય. બહાર જવાનું થાય. નોકરી-ધંધામાં રાહત રહે.
મિથુન : શનિવારની શાંતિ ન જળવાતા ચિંતા-ઉચાટમાં હૃદય-મન વ્યગ્ર રહ્યા જળવાય નહીં. કરે. હરો ફરો કામ કરો પરંતુ એકાગ્રતા
કર્ક: યાત્રા-પ્રવાસ- મીલન – મુલાકાત-ચર્ચાવિચારણાના કામમાં, પરિવારના કામમાં વ્યસ્ત રહો. સબંધ- વ્યવહાર સાચવવા પડે.
સિંહ : પોતાના અંગત કામ ઉપરાંત પારિવારિક કામમાં, પતી- પુત્ર પૌત્રાદિકના કામમાં, સાસરી પક્ષના કામમાં વ્યસ્તતા અનુભવો.
કન્યા : માનસિક વ્યગ્રતા- ચિંતા – બેચેની છતાં તમારે શાંતિ- સ્વસ્થતા
જાળવીને કામકાજ કરવા પડે. ગુસ્સો છતાં શાંતિ રાખવી. તુલા : અન્યના કારણે ચિંતા- ખર્ચ થાય. અનિચ્છાએ કોઇકામ કરવું પડે. કોઇને મળવું પડે, વાતચીત કરવી પડે.
વૃશ્ચિક : આપના કામમાં ફાયદો-લાભ થાય. પુત્ર-પૌત્રાદિકના કામ સાનુકુળતાવાળા રહે. નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર સચવાય.
ધન : નોકરી-ધંધાના કામથી કોઇને મળવા જવું પડે અથવા સગા-સબંધી મિત્રવર્ગ કે પિતૃપક્ષના કામથી વ્યસ્તતામાં રહો.
મકર : ચિંતા- વ્યથા હળવી થવાથી રાહત અનુભવતા જાવ. પોતાના અંગત કામ, નોકરી-ધંધાના કામ ઉકેલવામાં સાનુકુળતા રહે.
કુંભ : આજે આપે આરોગ્યની કાળજી રાખવી. ખાવાપીવામાં વાહન ચલાવવામાં સંભાળવું. ચાલતા ચાલતા શરીર સમતોલન જાળવવું પડે.
મીન : આનંદથી તમારા કામમાં સગાસંબંધી-મિત્રવર્ગના કામમાં, નોકરી ધંધાના કામમાં આજનો શનિવાર પસાર થઈ જાય, થાકી જવાય.