આમ આદમી પાર્ટી ના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો
2022 ની ચુંટણી ને હજી તો 1 વર્ષ ની વાર છે પરંતુ રાજકારણે અત્યાર થી જોર પકડી લીધુ છે જેનું મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટી ની સક્રીય તા ને લીધે રાજકારણ ખુબ જોર પકડયું છે. અને સોમનાથ ના દર્શન કરી ને આમ આદમી પાર્ટી એ જન સંપર્ક ચાલુ કર્યો હતો પરંતું ત્યા ગોપાલ ઈટાલીયા નો વિરોધ થયો હતો.
વિરોધ બાદ ગોપાલ ઈટાલીયા એ મિડીઆ સમક્ષ માફી માંગી હતી ત્યારે ફરી આજે આમ આદમી પાર્ટી ના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. આ ઘટના જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં બની હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે.
વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. ત્યારે આ ઘટના બની હતી. આ અગાવ મહેશ સવાણી જ્યારે આમ આદમી પાર્ટી મા જોડાયા હતા ત્યારે એવુ નીવેદન આપ્યુ હતુ કે “વધુ મા વધુ તો મને ગોળી મારી દેશે” આ નિવેદન બાદ વિવિધ અટકળો લાગી હતી. અને આ કોને અંનુસંધાની ને કીધુ તેની ચર્ચા લોકો સોસિયલ મીડીયા પર કરી રહ્યા છે.