India

આ અઠવાડીયે આટલા દિવસ બેંકો રહેશે બંધઃ જરૂરી કામકાજ આવતીકાલે જ પતાવી લ્યો…

ભારતના અલગ અલગ રાજ્યોમાં બેંકોમાં 9 દિવસની રજા નિર્ધારિત છે. ત્યારે જો આપને બેંકોના કોઈપણ કામકાજ બાકી હોય તો આવતીકાલે જ પતાવી લેજો નહીતર આપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ જ અઠવાડિયામાં 6 દિવસ બોંકો બંધ રહેવાની છે.

એપ્રિલ મહિનામાં બેંકોની કુલ 9 જેટલી રજાઓ આવે છે. જેમાં આ જ અઠવાડિયામાં 6 દિવસ રજા છે. પરંતુ શું આપને ખબર નથી કે, કયા કયા દિવસે બેંકો બંધ છે તો આવો નીચેના લિસ્ટમાં અમે તમને તારીખ સાથે આ વિગતો જણાવીએ.

કઈ તારીખે અને કયા વારે બેંકો રહેશે બંધ?

  • 13 એપ્રિલ – મંગળવાર
  • 14 એપ્રિલ – બુધવાર
  • 15 એપ્રિલ – શુક્રવાર
  • 18 એપ્રિલ – રવિવાર
  • 21 એપ્રિલ – મંગળવાર
  • 24 એપ્રિલ – ચોથો શનિવાર
  • 25 એપ્રિલ – રવિવાર

હવે જો આપને કોઈપણ પ્રકારના બેંકના કામો હોય તો, એડવાન્સમાં જ પતાવી લેશો. જો કે, સૌથી મહત્વની વાત એ છે કે, અત્યારે Google Pay, Paytm, Phonepay સહિતની એપ્લિકેશન્સથી આપ પૈસાની લેવડ-દેવડ કરી શકો છો. એટલે પૈસા લેવાની વાત આવે કે પૈસા આપવાની વાત આવે ત્યારે આપણે અટકાતા નથી અને એટીએમ પણ 24 કલાક ચાલુ હોય છે એટલે ઓછી રકમના નાણાંકિય વ્યવહારો માટે કોઈ જ મુશ્કેલી નહી પડે પરંતુ આ સિવાય જો બેંકમાં કેશ જમા કરાવવી, મોટી રકમ ઉપાડવી, સહિતના અન્ય બેંકને લગતા જરૂરી કામો આવતીકાલે જ પતાવી લેશો જેથી કોઈ મુશ્કેલી ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!