Gujarat

આ છે દુનીયા ની સૌથી મોંઘી કાર ! જાણો કીંમત અને કાર મા રહેલી સુવિધા વિશે

દરેક લોકો નો શોખ અલગ અલગ હોય છે કોઈ ને બાઈક નો તો કોઈક ને જમવાનો તો કોઈ ને કાર નો શોખ હોય છે. આજે આપણે કાર ની જ વાત કરવાની છે તાજેતર મા જ દુનિયા ની સૌથી મોંઘી કાર લોન્ચ કરવામા આવી છે તો ચાલો આપણે જાણીએ તેની કીંમત અને ખાસિયત.

હા, પ્રખ્યાત લક્ઝરી કાર બનાવતી કંપની રોલ્સ રોયસે દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરી છે. જેનું નામ છે, “બોટ ટેલ” આ કાર ઘણી રીતે ખાસ છે. તેના કરતા પણ વધુ મહત્વની છે આ કારની કિંમત. કંપનીએ બોટ ટેઇલની કિંમત 20 કરોડ પાઉન્ડ એટલે કે 200 કરોડ નક્કી કરી છે. આ કારને તૈયાર કરવામાં કંપનીને ચાર વર્ષ લાગ્યાં.

ચાલો તમને જણાવી દઈએ કે આ લક્ઝરી કાર ચાર સીટરની છે. જેની લંબાઈ આશરે 19 ફૂટ છે. આ પહેલી રોલ્સ રોયસ કાર છે. જે લક્ઝરી કાર ઉત્પાદકના નવા કોચબિલ્ડ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યું છે. આ કાર રોલ્સ રોયસની સ્વીપ ટેઇલ કારથી પ્રેરિત હોવાનું કહેવાય છે. બોટ ટેલ પહેલાં સ્વીપ ટેલ આ કંપનીની સૌથી મોંઘી કાર હતી. સ્વીપ ટેલ રોલ્સ રોયસે વર્ષ 2017 માં લગભગ 130 કરોડમાં વેચી હતી. આ કારના ફક્ત એક જ મોડેલને લોન્ચ કરવામાં આવ્યું હતું. જે આ લક્ઝરી કાર એક જાણીતા યુરોપિયન વ્યક્તિની વિનંતી બાદ બનાવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બોટ ટેલનાં ત્રણ મોડેલો લોન્ચ કરવામાં આવશે.

આ કારનો પાછળનો ભાગ લક્ઝરી સ્પીડબોડ જેવો છે. રોલ્સ રોયસના સીઇઓ, ટોર્સ્ટન મોલરના જણાવ્યા મુજબ, આ કારને કોઈપણ સંપૂર્ણ રજા અથવા પિકનિક માટે તમામ પ્રકારની સુવિધાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને આ કારની અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં શેમ્પેન માટે એક અલગ કૂલર છે. આ ડબલ શેમ્પેઈન કુલર ખાસ કરીને કારના માલિકની પસંદીદા અરમાન ડી બ્રિનાકની બોટલોમાં ફિટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકાર ની ખાણીપીણી માટે જગ્યા આપવામા આવી છે અને ફ્રીઝ પણ છે.

આટલું જ નહીં, આ કારમાં 15 સ્પીકર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે કે કારના પ્લેટફોર્મનો ઉપયોગ સાઉન્ડ બોક્સ તરીકે થઈ શકે. આટલું જ નહીં, આ કારની વિશેષ વાત એ છે કે આ માટે સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત ઘડિયાળ નિર્માતા બોવી 1822 એ પણ એક ખાસ ઘડિયાળ તૈયાર કરી છે.

જો આ કારના એન્જિન વિશે વાત કરવામાં આવે તો, એ જ એન્જિનનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ રોલ્સ રોયસ કુલિનાન, ફેન્ટમ અને બ્લેક બેજ જેવી લક્ઝરી કારમાં અગાઉ કરવામાં આવ્યો છે. વી 12 6.75 બાઇટબ્રો એન્જિન 563 એચપીની શક્તિ આપી શકે છે. ભારતમાં રોલ્સ રોયસના આ એન્જિન સિરીઝ વાહન વિશે વાત કરતાં ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ બિગ-બીને ફેન્ટમ કાર ગિફ્ટ કરી છે. આ સિવાય ઘણી સેલિબ્રિટીઝ છે જેમની પાસે રોલ્સ રોયસની લક્ઝરી કાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!