Gujarat

આ બ્લડગ્રુપ વાળા લોકો કોરોનાથી ઝડપથી સંક્રમિત નથી થતા.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોના સામે સરકારે બનતા પ્રયાસો કરી રહ્યા છે જેથી લોકો કોરોના થી સુરક્ષિત રહી શકે અને આજ માટે દેશમાં રસીકરણ અભિયાન ચાલુ જ છે. આપણે હજી કોરોનાની દવા નથી શોધી શક્યા પરતું હજી તેના પર રિસર્ચ ચાલુ છે અને હાલમાં જ જાણવા મળ્યું છે.

CSIR તરફથી તાજેતરમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એક એવો દાવો કરવામાં આવ્યો છે કે, સ્મોકિંગ કરનારા અને શાકાહારી લોકોને કોરોના વાયસનું જોખમ ઓછું રહે છે.

આ સર્વેના રિપોર્ટમાં એ વાતનો પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે, ઓ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થાય છે. જ્યારે એ અને બી બ્લડગ્રૂપ ધરાવતા લોકોમાં સૌથી વધારે સંક્રમણ થયું હોવાનું જોવા મળ્યું છે.

કોરોના વાયરસની સામે એન્ટી બોડીનીજ્યારે કોરોનાને માત આપનારૂ એન્ટિ બોડીનું સ્તર જરૂરિયા કરતા પણ વધારે જોવા મળ્યું છે. બીજી તરફ સ્મોકિંગ કરનારાઓને પણ સંક્રમણનું જોખમ ઓછું રહે છે.જોકે, સ્મોકિંગ કરવું આરોગ્ય માટે સારૂ નથી.

ફેફસાંને લાંબાગાળે માઠી અસર પહોંચે છે. મહાનગરમાં કરવામાં આવેલા આ સર્વેમાં અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. જોકે, રસીકરણ અભિયાન શરૂ થયા બાદ સરકાર આ રસી તમામ સ્તરે સુરક્ષિત અને અસરકારક હોવાનો દાવો કરી રહી છે.

જ્યારે કેટલાક તબીબોનું ગ્રૂપ એવું કહે છે કે, રસી હજું પરીક્ષણના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહી છે.ઘણા બધા રાજ્યમાં છેક અંતરિયા વિસ્તાર સુધી રસીને લઈને સર્વે માટેની કામગીરી પૂરી થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!