આ યુવતીનો અનોખો શોખ જાણી નવાઈ લાગશે , પરીવાર પણ કરે છે સપોર્ટ

દરેક વ્યક્તિને સાપનું નામ સાંભળતાની સાથે જ ડર લાગવા લાગતો હોય છે,જ્યારે ઘણાં એવા લોકો પણ હોય છે કે, જેમને સાપ થી ડર જ નથી લાગતો અને સાપ પણ તેના હાથમાં આવીને સુરક્ષિત મહેસુસ કરતો હોય એવું વિચારી રહ્યો હોય છે. આજે આપણે સૌ કોઈ જાણીશું એક એવી યુવતી વિશે જે હાલમાં દરેક પ્રકારના સાપ પકડવાનું કામ કરે છે.

મહેસાણા શહેરમાં રહેતી પ્રિયંકા રાવળને નાનપણથી જ સાપ પકડવાનો શોખ છે અને હાલમાં અભ્યાસની સાથે સાથે એ સાપ પકડવાની પણ કામગીરી કરી રહી છે. પ્રિયંકા રાવળ પોતાના પરિવાર સાથે મહેસાણા શહેરમાં વસવાટ કરે છે. પિતા દિનેશભાઈ પ્રાઇવેટ કંપનીમાં સર્વિસ કરે છે અને માતા ગૃહિણી છે તેમજ બે ભાઈ અને એક બહેન અભ્યાસ કરે છે.

એકવાર સોસોયટીમાં સાપ નીકળતા એ સાપને પકડ્યો અને બસ એ દિવસ પછી જ યુવતિને પકડવાનું વધુ ગમ્યું અને આ જ કામમાં આગળ વધી અને આજે તો એક વર્ષ થી WILDLIFE AND NATURE CONVERSATION TRUST સાથે સાપ પકડવાની કામગીરી કરી રહી છે સાથે સાથે પાટણ ખાતે MSCમાં અભ્યાસ પણ કરે છે. એક વર્ષની અંદર આ યુવતી એ 25 જેટલા અલગ અલગ જાતના ઝેરી સાપ પકડી ચુકી છે જેવા કે, કોબ્રા, ટ્રીનકેટ, રેટ સ્નેક, સેન્ડ બોઆ જેવા નામના ઝેરી સાપો પકડી ચુકી છે, એમાં પણ ઉનાળામાં તો અનેક પ્રકારના સાપને પકડે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *