સુરત નો યુવક સંદીપ માથી અલીશા બન્યો ! સર્જરી કરાવવા 8 લાખ ખર્ચયાં

ઘણી વખત એવા કિસ્સા ઓ સામે આવતા હોય છે કે એ સાચા માનવા માટે આપણે થોડી વાર લાગે છે. આવો એક કિસ્સો સુરત મા સામે આવ્યો છે. સુરત મા એક યુવક સંદીપ માથી આલીશા બની ગયો એટલે કે પુરુષ માથી સ્ત્રી બની ગયો.

આ કિસ્સા ની વગતે વાત કરીએ તો જ્યારે સંદીપ 12 વર્ષ નો હતો ત્યાર થી જ તેને પોતાના શરીર મા કાંઈક મહત્વ ના ફેરફાર થયા હોય તેવુ લાગી રહ્યુ હતું. છોકરા ને જે વસ્તુ પસંદ આવે એ નહી પણ છોકરીઓ ને જે વસ્તુ પસંદ આવે તે વસ્તુ પસંદ કરવા લાગ્યો. સંદીપ એ જ્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી પણ માનસિક દ્વંદ્વથી પસાર થઇ રહેલા સંદીપે આખરે નક્કી કર્યું કે જે પોતાની અંદર છુપાયેલું છે તે દુનિયા સમક્ષ લાવશે.

જ્યાંરે સંદીપ 37 વર્ષ નો થયો ત્યારે ત્રણ સર્જરી કરાવી ચુક્યો હતો અને સંદીપ માથી અલીશા બની ગયો. જેને પ્રમાણપત્ર આપીને સરકારે પણ મહિલા તરીકેની માન્યતા આપી છે. અને સુરત ના કલેક્ટર દ્વારા તેને પ્રમાણ પત્ર આપવામા આવ્યુ છે. જેના કારણે હવે તે ટ્રાન્સ વુમન બની ગઈ છે.આ પ્રમાણપત્ર તેણીના જાતિ પરિવર્તનના ઓપરેશન પછી પ્રાપ્ત થયું છે.

જો અલીશા ની વાત કરવામા આવે તો એ છ બહેનો મા સૌથી નાની છે અને તેને બાળપણ થી જ મહિલા ની વસ્તુ ઓ પસંદ આવતી અને નાનપણ થી જ ઈચ્છા હતી કે મહીલા બને પરંતુ તેની ઈચ્છા ત્યારે વધુ પ્રબળ બની કે જ્યારે વર્ષ 2019 માં કાયદો બન્યો હતો કે, લિંગ પરિવર્તન કરાવ્યા બાદ નવી ઓળખ આપવામાં આવી શકે છે. જે અંતર્ગત સંદીપે અલીશા બનવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં સર્જરી સહિતના ડોક્યુમેન્ટના આધારે તેણીએ સરકારમાં અરજી કરી હતી. અને સંદીપ મહીલા બનવા માટે 8 લાખ નો ખર્ચ પણ કર્યો કે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *