આ યુવાનો ને સલામ ! વિવાન ને બચાવવા માટે યુવાનો એ 6 લાખથી વધુ ની રકમ ભેગી કરી વિવાન ના પિતા ને આપી
ગુજરાત ના એક બાળક ધૈર્યરાજસિંહ ને કે જે એક ગંભીર બિમારી થી પકડાતો હતો તેને બચાવવા ગુજરાત ના અનેક લોકો એ મદદ કરી હતી અને 16 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા અને બાળક નુ જીવન બચી ગયુ હતુ. હાલ ફરી એક બાળક નુ જીવન બચાવવા માટે મુહીમ ચાલી રહી છે જેનું નામ વિવાન વાઠેર છે.
સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના આલીદર ગામના વિવાન વાઢેળને સ્પાઈન મસ્કયુલર એટ્રોફી નામની બીમારી થી પીડાઈ રહ્યો છે ત્યારે તેમના પિતા દ્વારા મદદ ની અપીલ કરાઈ હતી. ત્યાર બાદ ગુજરાત ના અનેક લોકો એ મદદ નો હાથ લંબાવ્યો હતો. અને અનેક સંસ્થા ઓ પણ મદદ એ આવી છે ત્યારે બરવાળા સેવા ભાવી યુવા ટીમ વિવાન વાઠેર ની મદદે આવી છે અને આ ટીમ દ્વારા “ફૂલ નહિ તો ફૂલની પાંખડી અભિયાન” તા.3 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું,
આ અભિયાન દરમિયાન સેવાભાવી 10 યુવાનો દ્વારા વિવાન નામના બાળક ની મદદ માટે બરવાળા ના રોડ, ઘરે ઘરે જઈને, રાહદારી ઓ વાહન ચાલકો ને મદદ માટે અપીલ કરી ને ફાળો એકત્રિત કર્યો હતો અને આજે 28 જુલાઈ સુધી આ યુવા ટીમે 8 લાખ જેટલી રકમ ભેગી કરી છે. બરવાળા ના સેવાભાવી ટીમ રૂબરૂ આલિદર ગામે જઇ ને પોતાના પરિવારજનો સાથે વિવાન ના પિતા અશોકભાઈ વાઢેળ ને સમગ્ર બરવાળા સેવાભાવી યુવા ટીમ દ્વારા અત્યાર સુધી કુલ રોકડ અને ઓનલાઇન દ્વારા બે લાખ કરતાં વધુ રોકડ રકમ કેશ વિવાન ની સારવાર માટે અત્યાર સુધી આપેલ છે.
આમ બરવાળા ના સેવાભાવી યુવા કાર્યકરો ની માનવતા સમગ્ર બોટાદ જિલ્લો ગર્વ અનુભવી રહ્યો છે.અને સેવાભાવી મિત્રો ની સમગ્ર પંથક મા પ્રશંસા થઈ રહી છે