આ વૃધ્ધ દંપતી એ જે કાર્ય કરે છે તેનાથી અનેક લોકો ના જીવ બચ્યા, લોકો કહે છે રોડ ડોક્ટર

કોઈ પોતાના લોકોની આંતરડી ઠારવી એના થી વિશેષ તો એ છે કે, પારકાનું દુઃખ સમજવું. આજે આપણે એક એવા દંપતી ની વાત કરીશું જે ની સ્વાર્થ ભાવે લોકોની સેવા કરવા માટે અને તેમનો જીવ ન ગુમાવવો પડે તે માટે થઇને પોતાના 11 વર્ષ માત્રને માત્ર લોકો સેવામાં વિતાવ્યા છે. આજે વૃદ્ધ ની ઉંમર 73 વરસ થયા છે જ્યારે વૃદ્ધ મહિલાની ઉંમર 64 વર્ષ છે .

હૈદરાબાદનાં દંપતી આ ખાડા ભરીને લોકોનું અમૂલ્ય જીવન બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ કપલે તેના પ્રયત્નોથી દરેકવ્યક્તિઓને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. લોકો તેમને રોડ ડોકટર કહીને સંબોધે છે. ખરેખર આ બંને અભિનંદન ને પાત્ર છે તેમજ આપણે સૌ તેના આભારી છીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ગગાધર તિલક કટનામ અને તેમની

પત્ની વેંકટેશ્વરી કટનામ છેલ્લા 11 વર્ષથી આ કામ કરે છે. ગંગાધર નિવૃત્ત રેલવે એન્જિનિયર છે.ગંગાધરની ઉંમર 73 વર્ષ છે અને તેની પત્નીની ઉંમર 64 વર્ષની છે. આ કપલ હૈદરાબાદના રસ્તાઓ રીપેર કરવાનું કામ કરે છે. જોવાની વાત તો એ છે કે, આ કામ માટે તેઓ પોતાના દર મહિનાના પેન્શનના રૂપિયામાંથી ખર્ચ કરે છે.

અત્યાર સુધી તેઓ 4 લાખ રૂપિયા ખર્ચીને 2000 જેટલા ખાડા ભરી ચૂક્યા છે.કપલે એક શ્રમદાન નામની સંસ્થા પણ શરુ કરી છે. આ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિ ખાડા પૂરવા માટે રકમ ડોનેટ કરી શકે છે.ખરેખર નીસ્વાર્થ ભાવે આ કાર્ય કરી બતાવવું એ અલગ જ માનવતા છે. આવા વ્યક્તિ આપણને ભાગ્યેવજ જોવા મળતા હોય છે

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *