Gujarat

આ સ્ટાર બેટસમેન નુ કાર એકસીડન્ટ મા અચાનક મૃત્યુ થયુ હતુ

2020 મા ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા હતા જયારે અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન નઝીબ તારકાઇનું નિધન થઇ ગયુ હતુ.

૨૯ વર્ષીય અફઘાની ક્રિકેટર નઝીબ તારકાઇને 6 ઓક્ટોબર 2020  શુક્રવારે રૉડ એક્સિડેન્ટમાં ગંભીર ઇજા પહોંચી હતી દૂર્ઘટનામાં ઘાયલ થયા બાદ તે કોમામાં જતો રહ્યો હતો, તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. શુક્રવારે નઝીબ તારકાય પૂર્વી નનગારહરમાં કિરાના સ્ટોર પરથી નીકળી રસ્તો પાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા એક કારે તેને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. બાદમાં તેનું મૃત્યુ થઇ ગયુ હતુ.

નઝીબ તારકાઇ અફઘાનિસ્તાન તરફથી એક વનડે મેચ અને ૧૨ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું, તેને ૨૪ મેચમાં ૨૦૩૦ રન બનાવ્યા છે જેમાં ૬ સદી અને ૧૦ ફિટી સામેલ છે, નઝીબ તારકાઇની એવરેજ ૪૭ થી ઉપરની રહી છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ આ દૂર્ઘટનાને પર દુઃખ વ્યક્ત કર્યું છે, સોશ્યલ મીડિયા પર લખ્યું- એસીબી અને ક્રિકેટ પ્રેમી દેશ અફઘાનિસ્તાને પોતાના આક્રમક ઓપનર બેટ્સમેન અને બહુજ ઉમદા નઝીબ તારકાઇ (૨૯)ને ખોઈ દીધો છે. એક દુઃખદ કાર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થઇ ગયુ છે. આપણે બધા સ્તબ્ધ છીએ. અલ્લાહ તેના પર પોતાની રહમત વરસાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!