India

ઈન્ડિયન એરફોર્સમાં 334 જગ્યા પર ભરતી માટે આ રીતે અપ્લાય કરો, 

ભારતીય સેના મા જોડાવું એ ઘણા બધા યુવાઓ નુ સપનું હોય છે અને વર્ષો ની મહેનત બાદ સફળતા મળતી હોય છે આ માટે જ ઈન્ડિયન એરફોર્સે એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) 2021 માટે શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે.

ભારતીય વાયુસેના મા 334 જગ્યા માટે ઓનલાઈન પ્રોસેસ 1 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 30 જૂન સુધી અપ્લાય કરી શકે છે. આ પરીક્ષા દ્વારા ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ બ્રાંચ અને ગ્રાઉન્ડ ડ્યુટી(ટેક્નિકલ અને નોન ટેક્નિકલ)ની કુલ 334 જગ્યા પર ભરતી કરવામાં લેવામા આવશે. આ પરીક્ષા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ 50% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ, 12માં મેથ્સ-ફિઝિક્સ વિષય હોવો જરૂરી છે.

આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 20 વર્ષથી 24 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ, 2022થી થશે. ગ્રાઉન્ડ ડ્યુટી(ટેક્નિકલ અને નોન ટેક્નિકલ): આ જગ્યા માટે ઉમેદવારની ઉંમર 20થી 26 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ, 2022થી થશે.

અરજી કરનારા કેન્ડિડેટ્સના સિલેક્શન માટે ઓનલાઈન AFCAT પરીક્ષા લેવાશે. ગ્રાઉન્ડ ડ્યુટીના ઉમેદવારે એન્જિનિયરિંગ નોલેજ ટેસ્ટમાં બેસવું પડશે. AFCAT અને AFSB એમ બંને પરીક્ષાના રિઝલ્ટને આધારે ફાઈનલ મેરિટ જાહેર થશે. અને જો એક્ઝામ પેટર્ન ની વાત કરીએ તો 2 કલાક 45 મિનિટની એક્ઝામમાં કુલ 100 પ્રશ્નો હશે. તેમાં જનરલ અવેરનેસ, વર્બલ એબિલિટી ઈન ઈંગ્લિશ, ન્યૂમેરિકલ એબિલિટી, રીજનિંગ, મિલિટરી એપ્ટીટ્યુડ હશે. પેપર ટોટલ 300 માર્ક્સનું હશે.

પરીક્ષા માટે જનરલ: 250 રૂપિયા ફી છે.
NCC સ્પેશિયલ એન્ટ્રી: કોઈ ફી નથી મેટ્રોલોજી એન્ટ્રી: કોઈ ફી નથી ઈચ્છુક ઉમેદવાર અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!