સૌરાષ્ટ્રનાં સંતના આશ્રમને મળેલ યુવતીનું ચાર વર્ષે ચમત્કારી રીતે માવતર સાથે મેળાપ થયો.
સૌરાષ્ટ્ર એટલે પવિત્ર ભુમી! જેને સંતો મહાત્માની ભુમીનું બિરુદ આપ્યું છે અને અહીંયા નો આવકારો અને જાકારો પણ ભાવભર્યો હોય છે. આજે આપણે એક એવી ઘટના વિશે જાણીશું જેમાં એક યુવતીને વર્ષો પછી ફરી તેંને પાછા મળ્યા! આજે આપણે જાણીશું આ ચમત્કાર અને ખરેખર સરહાનિય ઘટના વિશે. આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે, ખોવાયેલા પાછા મળી શકે પરતું ભાગેલા ક્યારેય નથી મળવાના!
એક દીકરી માનસિક રીતે અસ્થિર હતી અને ભટકતી-ભટકતી છત્તીસગઢથી અમરેલી પહોંચી ગઈ હતી. પરંતુ સંત અને સુરા ની ભૂમિનીમાં આવતા જ તે સાજી થઈ અને રાજુલાના માનવ મંદિર આશ્રમે આ દીકરીનું તેના માતા-પિતા સાથે 4 વર્ષે મિલન કરાવ્યું હા ખરેખર આ એક ખરી વાસ્તવિકતા છે.
છત્તીસગઢની યુવતી ચાર વર્ષ પહેલા રાજુલા બસ સ્ટેશન મળી હતી અને આ દરમિયાન પોલીસે તેની પુછપરછ કરી તો કોઈપણ પ્રકારનો જવાબ ન મળ્યો. ત્યાર બાદ પોલીસે માનસિક રીતે અસ્થિર આ યુવતીને સાવરકુંડલાના સણોસરા ખાતે આવેલ માનવમંદિરમાં દાખલ કરાવી હતી.
અહીંયા નાં બાપુએ તેને દકુ એવું હુલામણું નામ આપ્યું.
અહીંયા જ બાળકો સાથે રહેવા લાગી પરતું કહેવાય છે ને કે જેનું મલવાનું લખ્યું હોય એ એક દિવસ મળીને જ રહે છે. સમય જતા આ છોકરીની યાદ શક્તિ ફરી પાછી આવી અને પોતાના પરિવાર વિશે જણાવ્યું. આશ્રમનાં બાપુએ રાજુલા પોલીસનો સંપર્ક કર્યો. અને આ રીતે આ મહિલાના પરિવાર સાથે તેનો ભેટો કરાવ્યો. દીકરી સાથે મિલન થતા જ તેના પિતા હરખભેર તેને ભેટી ગયા હતા.. તેમની ખુશીનો કોઈ પાર ન હતો..