એક બે નહી આ મહિલા એ 10 બાળકો ને જન્મ આપ્યો અને…..
દુનિયા બહુ મોટી છે અને અહી રોજ અવનવી ઘટના બનતી રહે છે તાજેતર મા આફ્રીકા મા એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક મહિલા એ એક બે નહી પણ પરંતુ 10 બાળકો ને જન્મ આપ્યો. આ કેવી રીતે શક્ય બન્યુ ચાલો જાણીએ.
આ મહિલા નુ નામ ગોસિઆમ થામારા સિથોલ અને 37 વર્ષીય મહિલા દક્ષીણ આફ્રીકા ની છે ગોસિઆમ થામારા સિથોલ દાવો કરે છે કે તે કુદરતી રીતે ગર્ભધારણ કરી હતી, પરંતુ બાળકોને જન્મ આપવો તેમના માટે સરળ નહોતો. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન, તેને તેના પગ અને હાર્ટબર્નની સમસ્યામાં ખૂબ પીડા સહન કરવી પડી હતી.
જો કે, ગોસિઆમ થામારા સિથોલેના દાવાની હજુ સુધી કોઈ આરોગ્ય નિષ્ણાત અથવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પુષ્ટિ મળી નથી. જો કેનો દાવો સાચો છે, તો એક જ સગર્ભાવસ્થામાં 10 બાળકોને જન્મ આપવો એ એક વર્લ્ડ રેકોર્ડ બની શકે છે.
આપને જણાવી દઈએ કે એક જ પ્રેગ્નન્સીમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ માલીની હલીમા સીસેના નામે છે. હાલીમા સિસે મે મહિનામાં મોરોક્કનની એક હોસ્પિટલમાં નવ બાળકોને જન્મ આપ્યો.