આ છે, દુનિયાનાં સૌથી ઝેરીલા સાપ! આવી રીતે ઓળખી જશો…
આપણા હિન્દૂ ધર્મમાં નાગને પુજનીય ગણવામાં આવે છે, કહેવાય છે કે, પાતાળમાં નાગોનો વાસ છે. આજે આપણે નાગલોક ની વાત નથી કરવી પરતું આપણે દુનિયાનાં સૌથી ઝેરીલા સાપ વિશે જાણી શું! દુનિયામાં સાપની 3000 પ્રજાતિઓ છે. પરંતુ તેમાંથી ફક્ત 375 જેટલા સાપ ઝેરી હોય છે.આ સાપનું ઝેર ફક્ત નુકશાન જ નહીં પણ મોત સુધી લઈ જાય છે. 375 ઝેરી સાપોમાંથી 200 ઝેરી સાપો એવા છે જે માણસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.પરંતુ કેટલા એવા સાપ છે જે સામે આવી જાય તોમુત્યુ નક્કી જ છે…
વિશ્વનો સૌથી ઝેરી સાપમાંથી એક છે બ્લેક માંબા. બ્લેક માંબા 14 ફૂટ લાંબો હોય છે અને તેનું આયુષ્ય 11 વર્ષ સુધીનું હોય છે. બ્લેક માંબા સાપ એક વર્ષમાં હજારો મૃત્યુ માટે જવાબદાર છે. બ્લેક માંબાના ઝેરના માત્ર બે ટીપા સફળતાપૂર્વક કોઈ પણ માણસને મોતની સફરે લઈ જઈ શકે છે.આફ્રિકામાં જોવા મળતા બ્લેક માંબા 20 કિલોમીટર પ્રતિ કલાની ઝડપે દોડી માણસને ડંસે છે.
કોબ્રાનું ભારતીય નામ ‘નાગ’ છે.સામાન્ય રીતે ભારતીય કોબ્રાની લંબાઈ 1.7 મીટરથી 2.2 મીટર સુધીની હોય છે. કોબ્રાનો ખોરાક નાના સ્તનવર્ગનાં જીવો,સરકતા જીવો અને જળચર પ્રાણીઓ છે..કોબ્રા પોતાના શિકારને આજગરની જેમ આખો જ ગળી જાય છે. કોબ્રા ઝેરમા ન્યુરોટોક્સીની માત્રા ખુબ જ વ્યાપક હોય છે. જે સીધી જ્ઞાનતંતુઓ પર અસર કરી માંસપેશીઓ નિષ્ક્રિય કરે છે.જેથી શરીરને લકવો થઈ જાય છે.આ સાપ 3 મીટર દુરથી જ કોઈને પણ પોતાનો શિકાર બનાવી શકે છે.
પફ એડડર સૌથી ઝેરી આફ્રિકન સાપની પ્રજાતિમાની એક છે.આ સાપના ડસવાથી મોટા ભાગના માણસોના મૃત્યુ નિપજે છે.પફ એડડરની લંબાઈ લગભગ 1 મીટર હોય છે. જેનો ખોરાક સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને ગરોળીઓ છે.આ સાપને ખુબ જ ખરાબ સ્વભાવના સાપ કહેવામાં આવે છે.જેથી પફ એડડર સાપ ક્યારે કેદમાં રહી સ્થાયી થવાનું પસંદ નથી કરતા.
કોસ્ટલ તાઈપાન પૃથ્વી પરનો સૌથી જીવલેણ અને ઝડપી સાપ છે.જેનું ઝેર ખુબ જ ઝડપથી ફેલાઈ 30 મીનિટમાં માણસને મોતને ઘાટ ઉતારી દે છે. કોસ્ટલ તાઈપાન ઓસ્ટ્રેલિયાનો સૌથી લાંબો અને ઝેરી સાપ છે.આ સાપની લંબાઈ વધુમાં વધુ 2.9 મીટર હોય છે.