Gujarat

કેળા જો આ સમયે ખાવા મા આવે તો સોના જેવા ! જાણો કેળા ખાવાના ફાયદા

સામાન્ય રીતે આપણા સવાર ના નાસ્તા મા ભાખરી, ખાખરા, પૌવા જેવો નાસ્તો કરતા હોઈએ છીએ અને સવારે ફ્રુટ ખાવાને લઈને ઘણી અસમંજસ જોવા મળતી હોય છે કયાં ફ્રુટ ખાવા અને કયાં ફ્રુટ ના ખાવા તે અંગે ની આપણ ને માહીતી હોતી નથી તો આજે આપણે આ અંગે વાત કરીશુ.

સામાન્ય રીતે કેળા ખાવાના અનેક ફિયદાઓ છે જેમ કે કેળા ખાવાથી વજન વધે છે કેળા ખાવાથી શરીર મજબુત બને છે ઉપરાંત કેળા ખાવાથી આપણે ચિંતા અને તણાવ મુક્ત રહીએ છીએ. કેળા રાત ના સમયે અને ભુખ્યા પેટે ના ખાવા જોઈએ આના થી બીમાર પડવાની શક્યાતા રહેલી છે સવારે કેળા ખાવાનો બેસ્ટ સમય નાસ્તો કર્યા બાદ 8 થી 9 વાગ્યા નો છે.

આ ઉપરાંત તંદુરસ્ત હૃદય માટે અને શરીરમાંથી થાક દૂર કરવામાં ખૂબ મદદગાર છે. કેળા બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા, તણાવ ઓછો કરવા, કબજિયાત અને અલ્સરની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. કેળા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે. સવારે દૂધ અને કેળા ખાવાથી શરીર મા ગજબ ના ફાયદા ઓ થાય છે.

કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમ હોય છે જે શરીરને જરૂરી ઘણા પોષક તત્વોને પૂર્ણ કરે છે. કેળા ખાવાથી એનર્જી લેવલ વધે છે. આ કારણોસર, દરેક વ્યક્તિએ દરરોજ કેળા ખાવા જોઈએ. પરંતુ કેળા ક્યારે અને કેવી રીતે ખાવા તે જાણવું પણ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!