કોરોના દર્દી માટે જે આ દંપતિ એ કર્યુ એ જાણી આપ સલામ કરશો
દરેક લોકો આ મહામારીમાં માનવતા દાખવી રહ્યા છે અને પોતાની યથા શક્તિ મુજબ નિઃસ્વાર્થ ભાવે સેકા ચાકરી કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ ધન થી તો કોઈ વ્યક્તિ તન મન થી સેવા કરી રહ્યું છે. આજે આપણે એક એવા જ દંપતીની વાત કરવાની છે જેનું કાર્ય જાણીને ચોંકી જશો.
અમદાવાદના વિસ્તારમાં રહેતા પતિ- પત્ની દ્વારા શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને અન્ય આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ખાખરાના પેકેટ પહોંચાવડામાં આવી રહ્યા છે, ત્યારે આ દંપતી સેવાનું કાર્ય કરી રહ્યાં છે. જોકે દંપતિ જાતે જ પકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડી રહ્યા છે, દરરોજ 400 થી 500 કી.ગ્રા ખાખરા નું વિતરણ થાય છે.
દેશ અને રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકો હેરાન પરેશાન છે, ત્યારે અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેમાં છાસ સહિત અનેક જ્યુસનું વિતરણ થઈ રહ્યું છે. જોકે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં નોકરી કરતા ખુશ્બુ પટેલ અને તેમના પતિ કોરોનામાં લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો હતો. જેને ધ્યાને રાખી તેઓએ દર્દીઓ માટે ખાખરાનો નાસ્તો આપવાના અલગ વિચાર સાથે વિતરણ શરૂ કર્યું હતું.
બસ આ જ નિર્ણયની વાત પતિને કરી અને બન્ને સાથે મળી કોરોનાના દર્દીઓને ખાખરાના પેકેટ આપવાનું નક્કી કર્યું હતું. જેથી અમે જાતે ખાખરાનો ઓર્ડર આપી પેક કરતા હતા. ખાખરાના પેકેટ બોક્ષમાં પેક કરી અને જાતે અમે પતિ- પત્ની સોલા સિવિલ હોસ્પિટલ અને મેમનગર વિસ્તારમાં બનેલા એક આઇસોલેશન સેન્ટરમાં અમે ખાખરાના પેકેટ આપ્યા છે.