ગંભીર અકસ્માત મા બે સગા ભાઈ ના મૃત્યુ થયા , જેમાથી એક ના ઘરે તો..

હાલ અકસ્માતો ની ઘટના સતત રાજ્ય મા બની રહી છે ત્યારે ફરી એક મોટો અકસ્માત થયો છે જેમાં બે સગા ભાઈ ના કરુણ મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના પડાણા પાટિયા પાસે આજે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત થયો હતો.

આ અકસ્માત મા અન્ય ત્રણ લોકો ને પણ ઈજા પહોચી હતી. જેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત મા મૃતક નુ નામ રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગાભાઈઓ હતા અને બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર – ખંભાળિયા ધોરી માર્ગ પર બનેલા આ અકસ્માત મા કુતરું આડુ આવી જતા આ ગંભિર અકસ્માત બન્યો હતો અને કાર બે ત્રણ વાર પલટી મારી ગઈ હતી. કાર મા કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત નો બનાવ બનતા લોકો ના ટોળા ઉમટી પડયા હતા અને બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ઝાલા પરિવારમાં રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ સહિત કુલ ત્રણ ભાઈઓ હતા. જેમાં બે ભાઈઓના અકસ્માતમાં મોત નિપજતા ઝાલા પરિવારમાં આક્રંદ છવાયો હતો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *