Gujarat

અનોખા લગ્ન: બાબા સાહેબ ની તસ્વીર ને સાક્ષી માની ફેરા લીધા અને બાબા સાહેબ..

આજ ના યુગ મા દરેક કપલ એવુ ઈચ્છે છે કે પોતાના લગ્ન ધામ ધુમ થી થાય પરંતુ છેલ્લા એક વર્ષ થી લગ્ન ની સીઝન પર કોરોના નુ ગ્રહણ લાગ્યુ છે અને લોકો સાદાઈ થી ઓછા ખર્ચે લગ્ન કરવા લાગ્યા છે ત્યારે હાલ મા જ એક અનોખા લગ્ન યોજાયા જે જોઈ ને તમે પણ કહેશો કે વાહ…

મધ્ય પ્રદેશ ના સિહોર મા યોજાયેલા આ લગ્ન મા ન તો મંડપ હતો ના તો કંકોતરી આ લગ્ન જ્યાં લગ્નમાં અગ્નિ નહોતી પરંતુ બાબા સાહેબ આંબેડકરના ફોટાને સાક્ષી માનીને એક કપલે લગ્નના સાત ફેરા લીધા છે. ન ગળામાં મંગળસૂત્ર હતું કે ન તો માંગમાં સિંદૂર ભરવામાં આવ્યું હતું. સંવિધાનની શપથ લઈને આ કપલ એકબીજાના થઈ ગયા હતા. વર-વધુએ એકબીજાને હાર પહેરાવ્યો હતો. જેના પછી બંનેએ દેશા સંવિધાનની પ્રસ્તાવનાની કસમ લેવામાં આવી હતી.

આ લગ્ન માલવીય સમાજના ગ્રામ મુલ્લાનીના દીપક માલવીયના લગ્ન શાજાપુરના લસૂડિયા ગૌરીની રહેનારી આરતી માલવીય સાથે નક્કી થયા હતા. જેવો એ આ અલગ જ રીતે લગ્ન કરી ચર્ચા નો વિષય બની ગયા હતા. અને આ લગ્ન મા વર વધુ એ મંત્ર જાપ કરાવા ને બદલે સંવિધાન ની પ્રસ્તાવના ની કસમ લીધી હતી જયારે વરમાળા પહેરાવવા વખતે પણ પહેલા બાબા સાહેબ ના ફોટા ને વરમાળા પહેરાવી હતી અને ત્યાર બાદ એક બીજા ને વરમાળા પહેરાવી હતી.

ડૉ. આંબેડકરના ફોટાની આગળ ફેરા લઈને વૈવાહિક જીવનની સામાજીક જવાબદારીઓ માટેના વચન લીધા હતા અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. અને ત્યા હાજર 10 થી 15 લોકોએ નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા.

આ રીતે લગ્ન કરવાનો નુ કારણ વરરાજાદીપક માલવીયા એ એવુ આપ્યુ હતુ કે. “લોકોએ લગ્નમાં કરતા ખોટા ખર્ચાને રોકીને આ રીતના ઓછા ખર્ચાવાળા લગ્નનું આયોજન કરવું જોઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!