ગંભીર બીમારી થી પીડાતા બાળકને છે 20 લાખ રૂપિયાની મદદ! વિવાવ અને ધૈર્યરાજ કરતા પણ..

માનવસેવા એજ પ્રભુ સેવા! હાલના સમયમાં ફરી એકવાર એક બાળકને સૌની મદદની જરૂર છે.અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે એક ગરીબ પરિવારનું ૯ વર્ષીય બાળક મસ્કયુલર ડિસ્ટ્રોફીથી પીડાઈ રહ્યું છે. આર્થીક રીતે સક્ષમ ન હોવા છતાં અનેક ખાનગી અને સરકારી દવાખાનામાં સારવાર કરાવ્યા પછી પણ બાળકની બીમારી ઓછી ન થતા અને બાળકને અસહ્ય પીડા થતા ગરીબ પરિવારે બાળકની સારવાર ખુબ ખર્ચાળ હોવાથી સરકાર અને લોકોને મદદ માટે મીડિયાનો સહારો લેવાની ફરજ પડી છે.

મસલ્સને વીક બનાવતા રોગને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. બાળકને આ બિમારીથી નિદાન થાય, ત્યારે તે ધીમે ધીમે ચાલવા, આરામદાયક શ્વાસ લેવા અથવા તેના હાથ અને પગને ખસેડવાની ક્ષમતા ગુમાવી દે છે. નબળાઈ ધીમે ધીમે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે.

દીકરાનો જન્મ થયો ત્યારે ઉલ્લાસ ભર્યો માહોલ હતો પરંતુ આ ખુશી થોડો સમય પણ ટકી નહીં તેમના બાળકને શારિરીક તકલીફ થતા તબીબને બતાવતા તબીબે બાળકને મસલ્સ ડિસ્ટ્રોફી નામની બીમારી હોવાનું જણાવતા ગરીબ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને બાળકને ગંભીર બીમારીમાંથી છુટકારો મળે તે માટે છેલ્લા ૯ વર્ષથી અનેક દવાખાનાના પગથિયા ચઢી થાકી ગયા છે. તેમ છતાં બાળકની બીમારી દિવસે દિવસે ગંભીર થતા ૯ વર્ષીય અંશને અસહ્ય પીડા પરિવાર ભારે વ્યાકુળ બન્યો છે, ત્યારે આપણે સૌ કોઈ આ બાળકને મદદ કરીએ અને આ નાના છોકરાનો જીવ બચાવીએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *