India

ગરીબ દીકરી કેરી વેચી મોબાઈલ ખરીદવા માંગે છે ઓનલાઇન ભણતર માટે

કોરોના ના કારણે અનેક લોકો બારબાદ થયા છે કોઈ એ સ્વજનો ગુમાવ્યા છે તો કોઈ આર્થિક રીતે પાયમાલ થયુ છે કેમ કે ધંધા રોજગાર મા ખુબ ઘટાડો થયો છે અને સાથે બાળકો નુ શિક્ષણ પણ અટકી પડયું છે. છેલ્લા એક વર્ષ થી બાળકો મોબાઈલ મા જ પોતાનો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે.

તાજેતર મા એક ફોટો ખુબ વાયરલ થય રહ્યો છે જેમાં એક બાળકી રોડ પર બકાલુ વેચતી નજરે પડી રહી છે. આ તસ્વીર જમશેદપુરની તુલસી કુમારી ની છે. 7 વર્ષીય તુલસી કિનન સ્ટેડિયમની સામે કેરી વેચે છે. રવિવારે પૂર્ણ લૉકડાઉન હોવા છતાંય તુલસી ગ્રાહકોની રાહ જોઈ રહી છે. તે કેરી વેચીને નવો મોબાઇલ ખરીદવા માંગે છે, જેથી ઓનલાઇન અભ્યાસ કરી શકે. કોરોનાના કારણે સ્કૂલ બંધ છે.

ઘરમાં એન્ડ્રોઇડ મોબાઇલ નથી, તેથી તુલસી ઓનલાઇન અભ્યાસ નથી કરી શકતી. ગય વર્ષથી તેનો અભ્યાસ ઠપ થઈ ગયો છે. તુલસી ના પીતા નુ કોરોના મા કામ બંધ થય ગયુ છે અને તેના પરીવાર મા આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરી રહયા છે આ કારણે તે કેરી વેચી થોડા રુપીયા કમાવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!