Gujarat

ગુજરાતના લોકપ્રિય ગઝલકારનું નિધન!જાણો અંતિમ ઘડી ક્યાં વિતાવી.

સમય ક્યાં ક્યારેય કોઈનો થયો જ છે! સજર્નહારે આ દુનિયામાં આપણને માત્ર એક કિરદાર તરીકે મોકલ્યાં છે, જેમ પોતાનું પાત્ર પૂર્ણ તેમ આ લોકમાંથી આપણી વિદાયની વેળા આવી જાય છે. આજે એક ગુજરાતી સાહિત્યનાં જાણીતા ગઝલકાર, કવિ કે નવલકથાકાર જે કહેશો તે ઉપમા ઓછી પડશે. તેમણે આજે આ દુનિયાને અલવિદા કહી. જીવ્યા ત્યાં સુધી પોતાના શબ્દોની માયાજાળ થી જીવનને જીવ્યું માણ્યું અને જાણ્યું પણ ખરા. ચાલો જાણીએ કે કોણ છે, આ કલાકાર.

કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી છે. જાણિતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર અને કવિનું આજે વહેલી સવારે 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત બિમારી હતી. આજે સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું. એક નજર આપણે તેના જીવન પર કરીએ અને જાણીએ તેમના વિશે.

તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો. તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.હાલમાં, તેઓ વડોદરા રહેવાસી છે.ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે.તેમને ૨૦૦૪માં કલાપી અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!