પરીક્ષા આપવા જતી વિધાર્થીની ટ્રાંફિક પોલીસએ એવી મદદ કરી કે, યુવતીનું બવિષ્ય ખરાબ થતા બચી ગયુ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક ઘટનાઓ બનતી હોય છે, જે આપણને સૌ ને ચોંકાવી દે છે. ત્યારે હાલમાં જ એક પ્રેરણા દાયી વાત બની છે.જેમાં એક પોલીસ એ એક વિદ્યાર્થીની મદદ કરી જે ઘણા ઓછા લોકો એવું કાર્ય કરી શકે. આ પોલિસ કર્મી ની કામગીરી વિશે જાણીને તમે પણ ચોકિ જશો. ખરેખર આ ઘટના અનેક વ્યક્તિઓ માટે સમજવા જેવી અને શીખ લેવા જેવી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, આ ઘટના કોલકતા શહેર ની છે.કોલકતા શહેર ના પોલીસ કર્મી ની મદદ ને લીધે એક વિધાર્થી પોતાના ૧૦ માં ધોરણ ની પરીક્ષા આપી શકી અને ખરેખર જો એ નાં હોત તો વિધાર્થી નું અવાનાર ભવિષ્ય ખરાબ થઈ શકત. વાત જાણે એમ છે કે, જયારે તે ઘરેથી નીકળી ને પરીક્ષા આપવા ગઈ ત્યારે જલ્દી જલ્દી માં પરીક્ષા નું એડમિટ કાર્ડ ઘરે જ ભૂલી ગઈ હતી.

ઘરેથી ૫ કિલોમીટર આગળ પહોચી ગઈ ત્યારે તેને યાદ આવ્યું કે તે પોતાનું એડમીટ કાર્ડ ઘરે જ ભૂલી ગઈ છે.એવા માં એક પોલીસકર્મી એ આ છાત્રા ની સહાયતા કરી અને બધા જ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી લીધી. જયારે તે પરીક્ષા કેન્દ્ર પર પહોચી ત્યારે તેને ખબર પડી કે તે પોતાનું એડમીટ કાર્ડ ઘરે જ ભૂલી ગઈ છે.એડમીટ કાર્ડ વગર તેને પરીક્ષા હોલ માં બેસવા નહિ દે, એવામાં તે ખુબ જ ગભરાઈ ગઈ હતી. આ પછી તે બાજુ ના પરીક્ષા કેન્દ્ર માં એવા ટ્રાફિક પોલીસ કર્મી ચૈતન્ય મલિક ને પોતાની સમસ્યા જણાવી.

આ સમસ્યા ની જાણ થતા જ પોલીસકર્મી મલિક એ સુમન ની માતા ને ફોન કર્યો અને તેમની સાથે વાત કરી આ પછી તેઓ સુમન ના ઘરે પહોચી ગયા હતા. ત્યાંથી એડમીટ કાર્ડ લઇ આવ્યા હતા.પોલીસકર્મી ની મદદ ને કારણે સુમન પોતાની પરીક્ષા આપી શકી અને આને લીધે તેનું વર્ષ બગડતા અટકી ગયું હતું. આ માટે પરીક્ષા આપીને બહાર આવતા સુમન એ સૌથી પહેલા જ એ પોલીસકર્મી મલિક ને ધન્યવાદ આભાર માન્યો. ખરેખર આ એક ગૌરવપૂર્ણવાળી વાતછે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *