ગુજરાત ના આ ગામ મા ત્રણ કલાંક મા સાત ઈંચ વરસાદ પડ્યો…
હવામાન ખાતા દ્વારા ત્રણ દિવસ ભારે વરસાદ ની આગાહી હતી અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઊભા થયેલા લો પ્રેશર તથા સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાત ના અનેક જીલ્લા ઓ ભા સારો એવો વરસાદ પડી રહ્યો છે બુધવારે દેવભુમી દ્વારકા ના અનેક ગાંમડા મા ભારે વરસાદ પડયો હતો.
આ ઉપરાંત જુનાગઢ મા પણ મેઘરાજા મન મુકી ને વરસ્યા હતા. અને સમગ્ર પંથક મા ઠંડક પ્રસરી ગઈ હતી અને જૂનાગઢના ભવનાથ થતા ગીર પંથકમાં સારી એવી મેઘમહેર થઈ છે. આ ઉપરાંત કેશોદ, ભેસાણ, મેંદરડા, માણાવદર, માળીયા, વંથલી તથા વિસાવદરમાં મેઘમહેર થઈ છે. જયારે જુનાગઢ ના માણાવદર ગામ મા મેઘરાજા ની તોફાની બેટિંગ જોવા મળી હતી અને બે કલાકમાં સાત ઈંચ વરસાદ થતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. જ્યારે અનેક ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. જોકે, વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા હતા.
હવામાન ખાતા ની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અન્ય પંથકમાં પણ વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. અને બુધવારે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ગોંડલ તથા અમરેલી જિલ્લામાં છૂટા છવાયા ઝાપટા પડ્યા હતા. જોકે, મેઘરાજાએ એક લાંબો અલ્પવિરામ લેતા ફરી ચોમાસું વહેલું શરૂ થયું હોવા છતા વિલંબ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.