Gujarat

ગુજરાત ના આ જીલ્લા મા વરસાદે ભુકા કાઢી નાખ્યા, 4 કલાંક મા 7 ઈંચ વરસાદ

હાલ સમગ્ર ગુજરાત મા ચોમાસુ ફુલ એક્ટીવ થયુ છે ગુજરાત ના અનેક જીલ્લા મા સારોએવો વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખાસ કરી ને અમદાવાદ , રાજકોટ ,ભાવનગર,આણંદ સહીત ના જીલ્લા ઓ મા વરસાદ વરસી રહ્યો છે અને હજી 20 જુન સુધી ની આગાહી છે.

આ ઉપરાંત આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ 2 દિવસમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હતા અને લોકો એ હાલાકી ભોગવવી પડી હતી.

આંણદ જીલ્લા બુધવાર થી શુક્રવાર ની સવાર સુધી મા કુલ 13 ઈંચ વરસાદ પડી ચુક્યો છે અને તાલુકા ઓ ની વાત કરીએ તો પેટલાદમાં 48 મિમી અને ખંભાતમાં 22 મિમી, બોરસદ 15 મિમી, આંકલાવમાં 8 મિમી અને સોજીત્રામાં 4 મિમી, તારાપુરમાં 2 મિમી અને ઉમરેઠમાં 1 મિમી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!