વડોદરા શહેર પોલીસ મા ડોગ સ્કોવોડમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતા મીના ડોગ નુ નીધન થયુ
પોલીસ અનેક ગુનાઓ ઉપકેલવા શ્વાન ની મદદ લેતા હોય છે આ શ્વાન ખુબ ટ્રેનીંગ આપેલી હોય છે અને તેને ચોક્કસ સમયે નિયુક્ત કરાયા હોય છે તેવો અનેક ગુનાઓ ઉકેલી નાખતા હોય છે અને ઘણા એવા પણ કિસ્સા ઓ પણ બનેલા છે જયા આરોપી ને પકડવામાં શ્વાન નો મુખ્ય રોલ રહ્યો હોય.
આવા જ એક ડોગ વડોદરા શહેર પોલીસ મુખ્ય મથકમાં ડોગ સ્કોવોડમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતા મીના જર્મન શેફર્ડનું લાંબી બીમારી બાદ 17 જૂનના રોજ અવસાન થયું હતુ. સ્નિફર ડોગ મીનાએ વડોદરા શહેર જિલ્લા તેમજ કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટીના VVIP બંદોબસ્ત ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળોએ VVIP બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી.
મીના સ્નિફર ડોગ ને તમામ સન્માન સાથે શ્વાન દળની પરપંર અનુસાર સલામી આપી અંતિમ સન્માન આપવામાં આવ્યું હતુ અને પોલીસ મુખ્ય મથકના અધિકારીઓ અને ડોગ સ્કોવોડના કર્મચારીઓ દ્વારા અંતિમ વિધી કરવામાં આવી હતી. આ અંતીમ વિધી દરમ્યાન ડોગ સ્કોવોડના અન્ય બે સાથી ડોગ ડેની અને સમ્રાટ પણ ભાવુક થય ને સલામી આપી હતી ત્યારે સૌકોઈ ભાવુક થયા હતા.