ગુજરાત નુ ગૌરવ ! ગુજરાત ની દીકરી યુ.એસ આર્મી મા ફરજ બજાવી રહી છે.

વધુ એક ગુજરાતી દિકરી ગુજરાત અને ભારત નુ નામ રોશન કર્યુ છે ખૂબ જ નાની ઉમરમાં USA આર્મીમાં જોડાઈને તેને એક નવી આશા ઉભી કરી છે. અને આનાથી મહીલા ઓ ને આર્મી મા આવવા માટે પ્રોત્સાહીત કરી શકાશે. લક્ષીતા સિંહ ચૌહાણે લોકો માટે પણ એક આઈડલ બની છે. USA આર્મીના ડ્રેસમાં અલગ અલગ તસવીરોમાં દેખાતી આ યુવતીને સપને ખ્યાલ નહતો કે તે USમાં જઈને આર્મી માં જોડાશે. અને સોસિયલ મિડીઆ પર પણ ભરપુર વખાણ થઈ રહ્યા છે.

હાલ તે USAમાં કોપલ તરીકે ફરજ બજાવતી લક્ષીતા 12 સાયન્સ અમદાવાદમાં પાસ કર્યા બાદ 2015માં નર્સિંગ માટે માત્ર 18 વર્ષ ની ઉમરે જ અમેરીકા ગઈ હતી અને ગ્રીન કાર્ડ મેળવ્યું હતુ. અને આર્મી ની પરીક્ષા આપી હતી.અને ટૂંક સમયમાં અન્ય પરીક્ષા પાસ કરી ઉચ્ચ અધિકારી બનવા પ્રયત્ન કરી રહી છે.

2017માં તેની પાસે ગ્રીન કાર્ડ આવી ગયા બાદ તેને USA આર્મીમાં જોડાવવા માટે અરજી કરી હતી અને તમામ પરીક્ષામાં પાસ થયા બાદ તેને શરૂઆત માં ટ્રેનિંગ કરી અને હવે એડિસનમાં ફરજ બજાવી રહી છે.

લક્ષીતા ની આ સરળતાથી અનેક મહિલા ઓ ને પ્રેરણા મળશે અના સાથે લક્ષીતા ચૌહાણે એ પણ સાબીત કરી દીધુ છે કે ગુજરાતી મહીલા દેશ ની બહાર પણ સફળતા મેળવી શકે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *