રાની મુખર્જી ક્રિકેટર હાર્દિક-કુણાલ પંડ્યાની પડોશી બની, જોવો અંદર ની ખાસ તસ્વીરો

આપણે ત્યાં કહેવાય છે ને કે, પહેલો સગો તે પાડોશી! આમ પણ આ વાત ખરી છે. આપણે પોતાનું ઘર લઈસ કે ભાડે રાખીએ પરતું સૌથી પહેલા તો આજુબાજુમાં પાડોશી કેવા છે તે તો અચૂક જોઈએ છે કારણ કે રહેવાનું તો એમની સાથે જ તાલ મિલાવીને. આવું જ સામાન્ય માણસ નહિ પરંતુ સેલિબ્રિટી લોકોમાં જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં હાર્દીક અને કૃણાલપંડ્યા ને એક પાડોશી મળ્યા છે.

આ પાડોશી ખૂબ જ સુંદર અને બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી રાની મુખર્જી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાની મુખર્જીએ બાંદ્રા-ખારના રુસ્તમજી પેરેમાઉન્ટમાં આ ફ્લેટ ખરીદ્યો છે. રુસ્તમજી પેરેમાઉન્ટ એક ગેટેડ કોમ્યુનિટી છે, જ્યાં સંપૂર્ણ પ્રાઇવસી સાથે આર્ટિફિશિયલ રૉક ક્લાઇમ્બિંગ વૉલ અને સ્ટાર-ગેઝિંગ ડેક સહિતની ઇન્ટરએક્ટિવ આઉટડોર સ્પેસ પણ છે.

રુસ્તમજી પેરેમાઉન્ટમાં એક પ્રાઇવેટ થિયેટર પણ છે, જેને સ્થાનિક રહેવાસીઓ વહેલા તે પહેલાના ધોરણે એડવાન્સમાં બુક કરાવી શકે છે! આ અદ્ભૂત ફેલટમાં સૌથી પહેલા જ ક્રિકેટર હાર્દિક અને કૃણાલનો રુસ્તમજી પેરેમાઉન્ટ સ્થિત ફ્લેટ 3838 સ્ક્વેર ફૂટનો છે. આ જ એપાર્ટમેન્ટમાં ટાઇગર શ્રોફ અને દિશા પટનીનો ફ્લેટ પણ છે, ત્યારે હવે રાની મુખર્જી પાડોશી બનતા સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે.

તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, રાની મુખર્જી એ મુંબઈના ખાર વિસ્તારમાં 7.12 કરોડનો ફ્લેટ ખરીદ્યો છે. રાની મુખર્જીનો આ ફ્લેટ 4+3 BHK (બેડરૂમ, હોલ, કિચન)નો છે. રાની મુખર્જીએ એ અપાર્ટમેન્ટમાં ઘર લીધું છે, ત્યાં ઘણી જાણીતા સેલેબ્સના ઘર આવેલા છે. રાની મુખર્જીએ ગયા મહિને પ્રોપર્ટી રજિસ્ટર્ડ કરાવી હતી. હવે તો આ ફેલટમાં તમામ બૉલીવુડ અને ક્રિકેટરો તેમજ ઉધોગપતિઓ રહેવા આવી જાય તો નવાઈ નહિ

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *