Gujarat

આઠ પાસ ભણેલા યુવકે હેલીકોપ્ટર બનાવ્યું, ઉડયુ તો ખરા પણ ક્રેશ થતા યુવક નુ મોત થયુ

દરેક વ્યક્તિ આજે કંઈક ને કંઈક નવીન શોધ કરી રહ્યો છે. હા એ વાતનું ગૌરવ છે કે, આજના યુવાનો પોતાની આપમેળે કંઈક નવીન કાર્ય કરી ને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે. પરતું કહેવાય છે ને કે,ક્યારેક આપણા હાથે સર્જાયેલું એજ આપણા વિનાશનું કારણ બની શકે છે. હાલમાં જ સોશીયલ મીડિયામાં એક યુવાન ની ખૂબ જ ચર્ચા થઈ થઈ છે. તેમને જાણીને નવાઈ લાગશે કે આ યુવાન માત્ર 8 પાસ હતો છતાં પણ તેને પોતાની આવડત થી હેલિકોપ્ટર બનાવ્યું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રહેતો 24 વર્ષનો એક યુવાને છેલ્લા બે વર્ષથી હેલિકોપ્ટર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ને તેને આખરે પોતાના કાર્યમાં સફળ પણ થયો પરતું એ નોહતો જાણતો કે, આ શોધ તેણે ભારે પડશે. થયું એવું કે ટેસ્ટ ફ્લાઇટ દરમિયાનહેલિકોપ્ટર’ ક્રેશ થયું હતું જેમાં તેમનું મૃત્યુ થયું અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.

મુન્ના શેખ યવતમાલ જિલ્લાના ફુલસાવંગી ગામનો રહેવાસી હતો. તેણે માત્ર આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ હેલિકોપ્ટર બનાવવાની ભાવના રાખી હતી. વ્યવસાયે મિકેનિક મુન્ના શેખે તેના ગેરેજમાં ભાગો ઉમેરીને હેલિકોપ્ટર બનાવ્યું હતું. શેખ ઈસ્માઈલ ઉર્ફે મુન્ના શેખના પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે, મોટો ભાઈ મુસવીર ગેસ વેલ્ડર છે.આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે તે મિકેનિક તરીકે કામ કરતો હતો.કંઈક નવું કરવા માટે તેના મનમાં હેલિકોપ્ટર બનાવવાનો વિચાર આવ્યો અને તે આ કામમાં લાગી ગયો. તેની મહેનત ફળી અને હેલિકોપ્ટર તૈયાર હતું. બે વર્ષની મહેનતનું ફળ મળ્યું અને હેલિકોપ્ટર તૈયાર હતું. 

15 ઓગસ્ટના રોજ ઇસ્માઇલ દ્વારા બનાવેલ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. તે પહેલા તે ટેસ્ટ ફ્લાઇટ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એન્જિન જમીન પર શરૂ થયું અને 750 એમ્પીયર પર ચાલી રહ્યું હતું. પછી અચાનક હેલિકોપ્ટરનો પાછળનો પંખો તૂટી ગયો અને મુખ્ય પંખા સાથે અથડાયો અને હેલિકોપ્ટરને જોરદાર ફટકો પડ્યો. આ દરમિયાન હેલિકોપ્ટર ઉડાડવાનો પ્રયાસ કરી રહેલા ઇસ્માઇલને તેના માથા પર ઘણી જગ્યાએ ફટકો પડ્યો હતો અને ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને પરિવારે પોતાનો વ્હાલ સોયો દીકરો ગુમાવ્યો. ભગવાન આ યુવાનની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!