Religious

ચારણકુળમાં જન્મેલા આઈ સોનલ મા હાજરા હજુર છે. જામો આ સંપૂર્ણ…

જગત જનનની ચારણ કુળની આઈ સોનલ મા સાક્ષત મઢડામાં બિરાજમાન છે, માત્ર ખોબા જેવડું આ ગામ હોવા છતાં અહીંયાનાં લોકોના હ્દય દરિયા જેવું વિશાળ છે. અહીંયા મા સોનલ માનું ભવ્ય થી ભવ્ય મંદિર છે, જે મા સોનલમાંની આજે પણ હયાતી મહેસુસ કરાવે છે, તેમજ બનુમાનો હાજરી ભક્તોને ભક્તિમય વાતાવરણમાં લિન કરી દે છે, ખરેખર આ સોનલમાનું ધામ લાખો ભાવિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. માત્ર ચારણકુળ નહીં પરંતુ આહીર, મેર, તેમજ દરેક જ્ઞાતિઓ માટે આ આસ્થાનું કેન્દ્ર છે. દેશ વિદેશથી ભાવિ ભક્તો મા સોનલ ધામ પધારે છે. આજે પણ આ ગામમાં સોનલ માની જ્યાં જન્મ થયો હતો પ્રસાદીનું ઘર પણ સોનલમાંની યાદ અપાવે છે.

સૌરાષ્ટ્રનાં જૂનાગઢ શહેર થી માત્ર 30 કી.મી દૂર કેશોદ તાલુકામાં આવેલું મઢડા ગામ! જ્યાં સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮:૩૦ વાગે શ્રીમાન હમીરભાઈ મોડને ધરે આઈ શ્રી રાણબાઈના કુખેથી પુજ્ય આઈમાં શ્રી સોનબાઈમાં નો આ ધરા પર અવર્તયા.

આઈ શ્રી સોનબાઈમાં ગીયડ સરકડીયા નેશવાળાએ સોળ વર્ષ પેહલા સંવત ૧૯૬૪ માં આપેલ આશીર્વાદની વાત હમીરબાપુને બરાબર યાદ હતી. હમીર! બેટા! તે મારી ખુબ સેવા કરી છે. હું તારા ઉપર પ્રસન્ન છું અને તારે મારી નિશાની સંભારણું જોઈએ છે ને તો તારે ઘેર પાંચમી દિકરી આવે તેને મારુ નામ આપજે એ ખુબ પ્રતાપી થાશે એને મારી જીવતી જાગતી નીશાની મારુ સંભારણુ માનજે અને ખરેખર જ્યારે આઈનો જન્મ થયો ત્યારે મોડ પરિવારમાં જાણે દિકરાનાં વધામણાં થયાં હોય તેવો અવસર હતો.

શ્રી સોનબાઈ રૂપરૂપનો અવતાર હતાં, તેમનો નિર્મળ અને લાગણીશીલ અને સ્વભાવ અનેક લોકોને મા તરફ આકર્ષિત કરતા અને તેમની પાસે એક શાંતિની અનુભૂતિ અનુભવાતી. સમય જતાં સોનલમાં એ પોતાના સમાજમાં પુજ્ય આઈમાંએ સમાજમાંથી પાપ, વહેમ, હિંસા, અનાચાર, અજ્ઞાન,વેર, કુસંપ દુર કરીને પુણ્ય, અહિંસા, આચાર, જ્ઞાન, શિક્ષણ, ન્યા કેળવણી, ભણતર, સંપ, એકતા, દાન, યજ્ઞ, સેવા, પુજા, ધ્યાન, ભકતિ, પરોપકારની ગંગા-જમુના પ્રવાહિત કરીને સૌને ઉન્નતીના પંથે દોર્યા. સમાજમાં દિકરીઓને ભણતર અને ગણતરનું જ્ઞાન આપ્યું અને લોકોને અંધશ્રદ્ધાથી દુર કર્યા અને સમાજને નવો રાહ ચીંધી હતી.

સોનલમાં એ પોતાનું જીવન માત્રને માત્ર લોકકલ્યાણ અને સેવાકાર્યમાં તેમજ દેશ-વિદેશમાં પ્રવાસ કરીને લોકોને સતકર્મોના માર્ગે દોર્યા અને ચારણકુળ તેમજ દરેક કુળને પ્રજ્વલિત કર્યું પરતું કહેવાય છેને કે,જેમ અહીંયા આલોકમાં તેમની જરૂર હતી તેમ પરમાત્માને પણ પર લોકમાં તેમની જરૂર હતી, એ કાળો દિવસ હતો જ્યારે સોનલમાંએ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી અને એ દિવસ હતો સંવત 2030 કારતક સુદ 13 તા.27/11/74 અને એ ધરા હતી સૌરાષ્ટ્રનું કરેણી ગામ! જ્યાં સોનલ મા અંતિમ દર્શન આપ્યા અને આ ધરાને છોડીને ચાલ્યાં ગયાં પરમાત્માનાં દ્વારે પરતું આજે પણ સોનલમાં લોકોની હારે જ બેઠી છે, અને ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે. કરેણી અને મઢડા આ બે ધામ સોનલમાંની હયાતી મહેસુસ કરાવે છે, એક પણ ગામ એવું નહીં હોય જ્યાં સોનલમાં ચરણાવિંદથી પવિત્ર જ થયું હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!