Gujarat

એક સમયે ઘરે ઘરે કોલસો વેંચતી મહિલા એ પોતાની મહેનત થી કરોડો ની કંપની ઉભી કરી.

જીવન મા સંઘર્ષ વગર કશુંજ મળતુ નથી. સફળતા મેળવવા માટે ઘણી બધી મહેનત અને નસીબ પણ જોઈએ છે ત્યારે સફળતા હાથ લાગે છે આજે અમે તમને એક એવી વૃધ્ધ મહિલા ની વાત કરીશુ કે જે એક સમયે કોલસા વેચતી હતી પણ આજે આલીશાન કાર મા ફરે છે.

ગુજરાત ના અમદાવાદ મા જાણીતા બનેલા અને જેને સૌ સવિતા બેન કોલસા વાળા તરીકે ઓળખા છે જેનું પુરુ નામ સવિતા બેન દેવજીભાઈ પરમાર છે. તેવો આજે ગુજરાત મા તો ઠીક પણ દેશ વિદેશ મા પણ પોતની સફળતા ને લીધે જાણીતા બન્યા છે. સવિતા બેન નો એક સમયે એવો સમય હતો કે તેવો સાવ ગરીબ અને ઘરે ઘરે કોલસા વેચવા જતા.

સવિતા બેને શરુવાત મા ઘણુ કામ શોધયુ પણ પોતે અભણ હોવાથી તેને કામ મળ્યુ નહી એટલે તેનો એ નક્કી કરી લીધુ કે તે પોતાનુ જ કામ કરશે અને તેના માતા પિતા જે કોલસો વેચવાનું કામ કરતા હતા તે જ કરવામા લાગી ગયા. સવિતા બેન ના પતિ અમદાવાદની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટરની નોકરી હતા હતા. જોકે, આ પગારમાંથી પૂરા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આ જ સમયે સવિતાબેને નક્કી કર્યું કે તે આ રીતે તો જીવન પસાર કરશે નહીં.

સવોતાબેને જીવન મા અનેક મુશ્કેલી ઓ વેઠી પણ હિમ્મત ના હાર્યા કોલસો વેચતા સમયે ગ્રાહકો વધી ગયા અને તેમને ધીમે ધીમે નફો થવા લાગ્યો. આ રીતે તેમણે એક નાનકડી દુકાન ખોલી. અને દુકાન ખોલ્યા બાદ જાણે તેમની કિસ્મત ખુલી ગઈ અને દુકાન બાદ કારખાનુ અને ત્યારે બાદ અને એક સીરામીક કંપની એ મોટો ઓર્ડર આપ્યો હતો.

અને ત્યારે બાદ તેવો એ 1991 મા એક કંપની ની સ્થાપના કરી જેનું નામ સ્ટર્લિંગ સીરામીક લીમીટેડ ની સ્થાપના કરી અને આ કંપની સિરામીક નુ ઉત્પાદન કરે છે અને નીકાર કરે છે સવિતાબેન આજે દેશ ની સફળ મહીલા ઓ માથી એક છે અને ઓડી, બી.એમ.ડબલ્યુ જેવી મોંઘીદાટ કાર મા ફરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!