ચાલુ ડાયરામાં રડવા લાગ્યા કીર્તિદાન ગઢવી! સ્વંય બાપુ શ્રીએ સાંત્વના આપી…
એવું કહેવાય છે કે, મરદ રોતો હોય એ રૂડો ના લાગે! મર્દ ની આંખમાંથી આંસુઓ ની ધારા વહેવી એટલે એને બાયલાવેલાં કહેવામાં આવે છે. એ સત્ય નથી. દરેકની અંદર લાગણીઓ રહેલી હોય છે અને એ દુઃખ જ્યારે થાય છે વ્યક્તિને કે પછી કોઈ વાત વ્યક્તિને સ્પર્શી જાય છે, ત્યારે આંખો આપો આપ ભીની થઇ જાય છે. ક્યારેક આપણે કરુણ વાત કે પછી ભજન કે ગીત સાંભળતા હોય અને એનાં શબ્દો જો આપના જીવન સાથે સંકળાયેલ હોય ત્યારે આપો આપ આંખો ભીની થઇ જાય.
આજે આપણે વાત કરીશું કીર્તિદાન ગઢવી વિશે. કોણ કહે છે કે, પૈસા અને ઉંચો હોદ્દો હોવાથી એ વ્યક્તિ સામાન્ય માણસ કરતા અલગ તરી આવે છે. આ વાત તદ્દન ખોટી છે. હા બંને ની રહેણી કહેની અને પહેરવેશમાં ફેર હોઈ શકે પરતું વ્યક્તિ ક્યારેય ભાવના નથી બદલાતી. હ્દય એવું ને એવું જ રહે છે. જીવનમાં દરેક વ્યક્તિઓની આંખો માંથી આંસુઓ ની ધાર વહે છે. આજે આપણે વાત કરી રહ્યા છે. લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી વિશે જેને પોતાની કળા દ્વારા અને બોલ થી અનેક શ્રોતા ગણ ને રોવડાવ્યા હશે પરતું તે પોતે એક કલાકાર પહેલા એક વ્યક્તિ છે અને તેમની અંદર દરેક વ્યક્તિઓની જેમ લાગણીઓ રહેલ હોય છે.
આ વાત છે મોગલધામાં યોજાયેલ ડાયરાની જ્યારે ભીખુદાન ગઢવી સ્ટેજ પર બેસીને ડાયરામાં લોક સાહિત્ય ની વાતો કરી રહ્યા છે, ત્યારે કીર્તિદાન ગઢવી સામાન્ય વ્યક્તિ નું જેમ સાંભળવા માટે નીચે બેઠલ છે. ત્યારે આ ડાયરમાં ભીખુદાન પોતાના શબ્દો દ્વારા એવા બાણ ચલાવે છે કે, કીર્તિદાન હૈયામાં એ તીર વિધાય છે અને ત્યારે તેમની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગે છે. આ ઘટના એમ હતી કે, ભીખુદાન કૈકયી અને રામજીનો પ્રસંગ ની વાત કરી રહ્યા હોય છે અને આ દરમ્યાન જનની રે જોડ સખી નહિ જડે રે લો..નાં શબ્દો જ્યારે લલકારે છે, ત્યારે કીર્તિદાન પોતાની લાગણીઓને રોકી નથી શકતા અને રડવા લાગે છે.
તેમની પાછળ પરમ પૂજ્ય શ્રી ચારણ ઋષિ બાપુ બેઠા છે અને તેઓ કીર્તિદાન ગઢવીને શાંત રાખે છે અને માથે હાથ મૂકીને સાંત્વના પાઠવે છે. આ દ્રશ્ય ખૂબ જ કરુણ દાયક અને તમારી આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગે એવું છે. ખરેખર આ ઘટના તમારા હૃદય ને સ્પર્શી જશે. કીર્તિદાન ગઢવીને તમે માત્ર હસતા અને નિખાલસમાં જ જોયા હશે પરતું આ રીતે કરુણ અવસ્થામાં તમે ત્યારે જોશો તો તમારું હૈયું પીગળી જશે. આમ પણ આ વીડિયો કિલીપને 10 લાખ થી વધારે લોકો જોઈ ચુક્યા છે.