સુરતના કાર્તિક જીવાણીએ UPSCની પરીક્ષામાં દેશમાં 8મુ સ્થાન મેળવ્યું, જયારે ગુજરાત મા પ્રથમ
સુરત ના કાર્તિક જીવાણીએ ઈતિહાસ રચી દિધો છે. જે UPSC ની પરીક્ષા મા દેશ મા આઠમા ક્રમે તથા ગુજરાતમા પ્રથમ ક્રમે આવ્યો છે. કાર્તિક જીવાણીની જો વાત કરવામા આવે તો તેણે દિલ્હી મા કોઈ જગ્યા એ કોચીંગ ક્લાસ જોઈને કર્યા નહોતા પરંતુ ઓનલાઈન ક્લાસ કર્યા હતા અને પરીક્ષા માટે ની તૈયારી સુરત થી કરી હતી.
વરાછામાં લેબોરેટરી ચલાવતા ડો. નાગજીભાઈ જીવાણીના પુત્ર કાર્તિક જીવાણીનો જન્મ 1994માં થયો અને 12 સુધી નો અભ્યાસ સુરત મા કર્યો હતો અને ત્યાર પછી નો અભ્યાસ મુંબઈ ના IIT ખાતે એન્જીનીયરીંગ કરેલુ છે. કાર્તિક જવાણી એ આ અગાવ પણ 2020 અને 2019 મા UPSC ની પરીક્ષા આપી હતી અને પાસ થયો હતો પરંતુ 2019 મા 94 મા ક્રમે અને 2020 મા 84 મા ક્રમે રહ્યો હતો અને માત્ર એક માર્કે IAS બનતા રહી ગયો હતો પરંતુ તેણે હાર ન માન્યા વગર મહેનત ચાલુ રાખી અને આખરે ફરી પરીક્ષા આપી ને દેશ મા 8 મા ક્રમ મેળવી ઈતીહાસ રચી દીધો હતો.
કાર્તિક જીવાણી એ પોતાની સફળતા નો શ્રેય પોતાના માતા પિતા ને આપ્યો હતો અને તેમણે જણાવ્યું હતુ કે જયારે તે રાત્રે વાંચન કરતા હતા ત્યારે તમેના માતા પણ જાગતા અને ચા અને નાસ્તા ની વ્યવસ્થા કરી આપતા હતા. કાર્તિક મોટે ભાગે વાંચન રાત્રે કરતો હતો.
કાર્તિક જીવાણી એ જણાવ્યુ હતુ કે પરીક્ષા પાસ કરવા માટે ન્યુઝ પેપર ખાસ વાંચવું જોઈએ અને અગાવ લેવાયેલી પરીક્ષા ના પેપર લખી ને સતત પ્રેકટીસ કરવી જોઈએ આ ઉપરાંત સતત રિવિઝન પણ કરવું જોઈએ. જેના થકી પરીક્ષા પાસ કરવી ઘણી સરળ બની રહે છે. કાર્તિક જીવાણી હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આઈપીએસની ટ્રેનિંગ પૂર્ણ થવામાં માત્ર દોઢ મહિનો બાકી છે. હવે તે આઈએએસની ટ્રેનિંગ માટે મહેસૂલ જશે અને ત્યાં આગળ તે ટ્રેનિંગ લેશે.