Health

જાણો અત્યારે સમયમાં આદુ આરોગ્ય માટે કેટલું લાભદાય.

હાલમાં કોરોનામાં પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા આદુ નું સેવન કરવું જોઈએ કારણ તે ખૂબ લાભ દાયી છે.ચાલો ત્યારે આદુના લાભ જાણીએ કે કયા ક્યાં રોગમાં ઉપયોગી નિવડે છે.આદુ ચોંટી ગયેલા મળને તોડનાર, ભારે, તીક્ષણ, ઉષ્ણ, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, તીખું, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હિતાવહ અને આમવાતમાં પથય છે. રસ તથા પાકમાં શીતળ છે.

કાંજી અને સિંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અનિદીપક, કબજિયાત તથા આમવાતનો નાશ કરનાર છે. બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને ૧/૪ ચમચી સિંધવ જમતાં પહેલાં લેવાથી જઠરાગિન પ્રદીપ્ત થાય છે, મુખ અને હૃદયની શુદ્ધિ થાય છે, સ્વરભેદ (અવાજ બેસી જવો), ઉધરસ, દમ, અપચો, અરુચિ, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને મંદાગિન મટાડે છે.

ભોજનની પહેલાં નમક અને અ:ાદુ સર્વ કાળે પથ્ય છે. એ જઠરાગિન પ્રદીપ્ત કરનાર, રુચિ ઉપજાવનાર અને જીભ તથા કંઠને સાફ કરે છે.તેમ છતાં કોઢ, પાંડુરોગ, મૂત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપિત્ત, વ્રણ-ચાંદાં, જવર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ ઋતુમાં અ:ાદુ હિતકારી નથી. ચણા જેવડા આદુના પાંચ-છ ટૂકડા એક ગ્લાસ પાણીમાં નાખી. ઉકાળવા. અડધો કપ પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને એટલું જ દૂધ અને એક ચમચી સાકર નાખી સામાન્ય ચાની જેમ ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુ:ખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે. આદુ તીક્ષણ અને ઉષ્ણ હોવાથી આ ઉપચારથી શરીરના સૂક્ષ્મ માર્ગોના અવરોધો દૂર થાય છે.

આહારનું યોગ્ય પાચન થાય છે અને રસ, રક્તાદિ ધાતુઓની વૃદ્ધિ થતાં શરીર સ્વસ્થ, સુંદર બને છે. પિત્તના રોગોમાં અને પિત્ત પ્રકૃતિવાળાએ આ ઉપચાર ન કરવો. તત્વચાના રોગોમાં, કંઈ વાગ્યું હોય ત્યારે, લોહીની ઉણપ હોય, ગરમીની પ્રકૃતિ હોય, મૂત્રજનન તંત્ર વિષયક રોગ હોય કે એસિડિટી રહેતી હોય તો આદુનો પ્રયોગ કરવાથી હાનિ થાય છે. એમાં આદુ ન લેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!