Religious

જાણો મહાદેવનું રૂપ શિવલીંગ વાસ્તવમાં શું છે,ઘણાં લોકો શિવલીંગ શેનું પ્રતીક છે એ જાણતાં જ નથી.

હાલમાં જ રૂડો શ્રાવણ માસ આવી રહ્યો છે, ત્યારેસૃષ્ટિના આદ્યદેવ મહાદેવ ને અતિ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનું મહત્વ અને મહાદેવની સાથે જોડાયેલ આધ્યત્મિક વાતો!
શિવજી જગતના નાથ છે અને કર્તાહર્તા છે. ત્યારે ચાલો જાણીએ કે શિવજી શિવલીંગ રૂપે શા માટે આ પૃથ્વી પર પ્રગટ થયા.

શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે. શિવજીએ એ ચન્દ્રદેવનાં તપ થી પ્રસન્ન થઈને તેઓ ગુજરાતની પવિત્ર ધરામાં સોમનાથ રૂપે પ્રગટ થયા ત્યારે આજે સમુદ્ર કાંઠે શિવજી આદિ જ્યોતિલીંગરૂપે બિરાજમાન છે, ત્યારે જાણીએ કે શિવલિંગ એટલે શું.

શિવલિંગનું મહત્વ : શૂન્ય આકાશ, અનંત બ્રહ્માંડ અને નિરાકાર પરમ પુરુષના પ્રતિકને શિવલિંગ કહેવામાં આવ્યું છે. સ્કંદપુરાણ મુજબ આકાશ સ્વયં લિંગ છે. શિવલિંગ વાતાવરણ સહિત ધુમતી ધરતી તેમજ સમગ્ર અનંત બ્રહ્માંડની ધરી છે. શિવલિંગ નો અર્થ અનંત પણ છે. શિવજી બાર આદિ જ્યોતિલિંગ રૂપે સાક્ષાત બિરાજમાન થયેલ છે. અને શ્રાવણ માસમાં આ શિવલિગના દર્શન માત્રથી દિવ્યતા પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!