જો તમારી પાસે પણ છે આવી 500 ની નોટ તો આ સમાચાર ખાસ વાંચો
સોસિયલ મીડીયા પર અવાર નવાર ફેક ન્યુઝ વાયરલ થતા હોય છે તેવા ખોખલો દાવો કરવામાં આવતો હોય છે અને તેને સાચો માની લોકો શેર કરતા હોય છે તાજેતર મા આવો જ દાવો 500 ની નોટ લઈ ને કરવામા આવ્યો હતો.
સોસિયલ મીડીયા પર આ દાવા ની વાત કરવામા આવે તો જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 500 રૂપિયાની તેની નોટ ન લેવી જોઈએ જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહીની નજીક નહીં પણ ગાંધીજીની તસવીરની નજીક છે જ્યારે આની તપાસ કરવામાં આવી ત્યારે પીઆઈબી ફેક્ટ ચેકમાં આ સમાચાર નકલી હોવાનું બહાર આવ્યું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર બંને નોટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બંને નોટ્સ માન્ય છે.
પીઆઈબી ના ફેક્ટ ચેક મા આ દાવા ને ફેક ગણાવામાં આવ્યો છે. જો તમારી પાસે પણ આવી નોટ હોય તો ગભરાવાની જરુર નથી આ પ્રકાર ની નોટ માન્ય છે અના રહેશે. આ પહેલા પણ સોસિયલ મીડીયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે 5 / 10 /100 ની નોટ બંધ થય જશે અને આ પોસ્ટ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થય હતી ત્યાર બાદ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટ બહાર પાડવામાં આવ્યું, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, આરબીઆઈ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 5, 10 અને 100 ની જૂની નોટો બંધ થવા અંગેના સમાચાર ખોટા છે. નવી અને જૂની બંને નોટો ચલણમાં રહેશે.