તિરૂપતિ મંદિરમાં એક ભક્તે ભેટ કરી 6.5 કિલો વજનની સોનાની તલવાર, તલવાર જોઈ તમે પણ..
દેશ ના અનેક અર્થ સ્થાનો મા અવાર નવાર ભક્તો દ્વારા પ્રભુને કાઈ ની કાઈ ભેટ આપતા હોય છે આંધ્રપદેશમાં આવેલા તિરુમાલા તિરૂપતિ બાલાજી મંદિર દેશનું સૌથી પ્રતિષ્ઠિત અને ધનિક મંદિરોમાંનું એક છે. ત્યારે હૈદરાબાદના એક ઉદ્યોગપતી શ્રદ્ધાળુએ સોમવારે તિરૂપતિના તિરુમાલા પર્વતોમાં આવેલ ભગવાન વેંકટેશ્વરને સાડા 6 કિલો વજનનું સોનાનું ખડગમ એટલે કે તલવાર ભેટ આપી છે
આ ઉદ્યોગપતિ શ્રીનિવાસ દંપતી સોમવારે સવારે મંદિરમાં પહોંચ્યા અને સોનાની તલવાર તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) ના અધિકારીઓને આપી. શ્રીનિવાસ દંપતીએ રવિવારે તિરૂમાલાના કલેકટિવ ગેસ્ટ હાઉસ ખાતે મીડિયા સમક્ષ લગભગ સાડા છ કિલોગ્રામની તલવાર દર્શાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રીનિવાસ દંપતી છેલ્લા એક વર્ષથી આ તલવાર મંદિરમાં સોંપવા માગતા હતા પરંતુ કોરોનાને કારણે તે શક્ય થઈ શક્યું નહીં.
ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં સોનાની તલવાર સોંપનાર શ્રીનિવાસે કહ્યું કે હું છેલ્લા એક વર્ષથી ‘સૂર્ય કટારી’ને સોનેરી તલવાર રજૂ કરવા માંગુ છું, પરંતુ કોરોનાને કારણે મંદિર બંધ હતું. શ્રીનિવાસ દંપતીએ આજે સવારે ગુડ મોર્નિંગ સર્વિસ દરમિયાન ‘સૂર્ય કટારી’ ટીટીડી અધિકારીઓને સોંપી હતી.
શ્રીનિવાસે જણાવ્યું કે સોનાની તલવાર ‘નંદકા’ને તેમને તામિલનાડુના કોઇમ્બતુરમાં ભગવાન માટે સોનાના આભૂષણ બનાવતા નિષ્ણાત શિલ્પકાર પાસે બનાવડાવી છે. તેને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે. સાડા 6 કિલો વજન વાળી આ સોનાની તલવારને બનાવવામાં આવી ત્યારે તેની કિંમત લગભગ 1.8 કરોડ રૂપિયા હતી.