દહેજ ના લીધે વધુ એક દિકરી નો જીવ ગયો ?? જાણો શુ છે પુરી ઘટના

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલના સમયમાં જ્યાં જુઓ ત્યાં દહેજ નાં લીધે અનેમ અઘટિત બનાવ બની રહ્યા છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશ કે , હાલમાં જ એક એવો બનાવ બન્યો જેના લીધે તમે પણ ચોંકી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, અમદાવાદ માંદહેજ અને પહેરવેશ માટે પરિણીતાને પરેશાન કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

પટનાના નાના ગામમાંથી 3 મહિના પહેલાં અમદાવાદ લગ્ન કરીને આવેલી પ્રીતિને સાસરિયાં સતત દહેજ માટે માગણી કરતા એટલું જ નહીં તેના પહેરવેશ માટે મેણા મારતા હતા. સતત માનસિક ત્રાસમાં રહેતી પ્રીતિએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બિહારના પટનામાં રહેતા ભાઈને પોતાની બહેનના આપઘાતના સમાચાર મળતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે પતિ અને સાસરિયાંના દહેજની સતત માંગણી અને માનસિક ત્રાસના કારણે જ પ્રીતિએ આપઘાત કર્યો છે. જેથી અમરાઈવાડી પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ દુષપ્રેરણનો ગુનો નોંધ્યો છે.ખરેખર આવા બનાવ કોઇને પણ ચોંકાવી દે એમ છે.પ્રીતિના લગ્ન અમદાવાદના નવનીત રાજપૂત સાથે તાજેતરમાં 14 મેં 2021ના રોજ થયા હતા

 પ્રીતિના પરિવારે ધામધૂમથી લગ્ન કરીને હસીખુસી વિદાય કરી હતી. નવનીત ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. પ્રીતિ પટનાના ગામડાની રહેવાસી હતી. જેથી પહેરવેશને લઈને તેને હેરાન કરવામા આવતી હોવાનો આક્ષેપ પરિવાર કર્યો હતો. આરોપીઓ સામેં આત્મહત્યાના દુષ્પ્રેરણા, શારીરિક માનસિક ત્રાસ અને ગુનાહિત મદદરૂપની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *