Gujarat

દીકરાની ઈચ્છા પૂર્ણ કરવા પિતાએ ભંગારમાં ડેલ સાયકલમાંથી આવી રીતે બનાવી સ્માર્ટ બાઇક!

કહેવાય છે ને કે, વિનાશમાંથી સજર્ન કરે એજ ખરો માનવી! આમ વ્યક્તિ પાસે એટલી બુદ્ધિ છે કે, ભગવાને બીજા કોઈને આટલી વિચાર શક્તિઓ નથી આપી. આજે આપણે જાણીશું એક એવા પિતા વિશે જેને પોતાના દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે એક એવું કાર્ય કરી બતાવ્યુ જે તમને જાણીને નવાઈ લાગશે. એક બાપ છે જે, પોતાના સંતાનની ઇચ્છાને પૂર્ણ કરવા કંઈ પણ કરી શકે છે.

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વાત ખૂબ જ ફેલાઈ રહી છે. જેમાં એક પિતાએ ભંગારમાં પડેલ સાયકલ માંથી બાઇક બનાવી આપી. આ બાઇક60 કી.મિ. પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. તેની 80 કી.મી. તેની એવરેજ છે. આ સાયકલમાં બે લીટર પેટ્રોલની ટાંકી લગાવામાં આવી છે.ખાસ વાત એ છે કે, પેટ્રોલ ખાલી થઈ જાય તો તમે પેન્ડલ મારીને ચલાવી શકો છો.

બાઈકનો વજન 80 કિલોગ્રામ છે. એટલે કે બીજી સામાન્ય બાઈક કરતા વજનમાં અડધી છે. આ બાઈકમાં બુલેટનું સાઈલેન્સર સાઉન્ડ છે. પરંતુ મડગાર્ડ અને હેન્ડલ સાઇકલના જ છે, કમલેશે તેને શ્રીજી સાઇકલ બાઈક નામ આપ્યું છે. આ તેમના દીકરાનું નામ પણ છે. કમલેશનું સપનું છે કે એક દિવસ તેનો દીકરો પણ તેને એક બાઈક બનાવીને આપે ખરેખર આ એક ખૂબ જ ગર્વ જેવા લેવી બાબત છે અને આના પરથી શીખવા મળે કે જીવનમાં અથાગ પરિશ્રમ અને મહેનત થકી કંઈ પણ અશક્ય કાર્ય શક્ય થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!