Gujarat

દુખઃદ સમાચાર, દૂધ સાગર ડેરી ના મેનેજીંગ ડિરેકટર માનસિંગ ચૌધરી નુ કોરોના થી નીધન થયુ.

ગુજરાત માટે એક દુખદ સમાચાર સામે આવ્યા છે દૂધ સાગર ડેરી ના યુવાન ડાયરેકટર માનસિંગ ચૌધરી નુ નીધન થયુ છે. છેલ્લા 21 દીવસ થી માનસિંગ ચૌધરી ને કોરોના નો ચેપ લાગ્યો હતો. અને હોસ્પીટલ મા સારવાર લઈ રહ્યા હતા. કોરોના બાદ તેવો ને મ્યુકોર્માઈકોસિસની બીમારી લાગી હતી. અને ત્યાર બાદ આજે તેવો એ અંતીમ સ્વાસ લીધા હતા.

મ્યુકોર્માઈકોસિસ શુ છે ??

મ્યુકોર માઇકોસિસ એ એક ફુગ થી થતી બીમારી છે. જ્યારે ફુગના બીજકણો ના સંસગઁ મા જયારે કોઈ દર્દી આવે ત્યારે આ પ્રકાર નો રોગ થય શકે છે. જો શરીર પર કોઈ ઘા વાગ્યો હોય, છોલાયુ હોય અથવા શરીર મા કોઈ કાપા કાપ થય હોય અને ફુગ ત્વચા મારફતે બહાર થી અંદર પહોંચે ત્યારે આ પ્રકાર નો રોગ થય શકે છે.

આ પ્રકાર નો રોગ ખાસ કરીને કોરોના પોઝિટીવ દર્દી ને અને ડાયાબીટીસ ના દર્દી ઓ ને થાય છે અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આ રોગ થી ખતરો છે.

આ બીમારી મ્યુકોર માઇકોસિસ તરીકે ઓળખાતા સુક્ષ્મ જીવાણુંઓના સમૂહ દ્વારા થાય છે જે કુદરતી રીતે પર્યાવરણમાં હોય છે અને મોટાભાગે માટી તેમજ પાંદડા, ઉકરડા અને કચરાના ઢગલા જેવી જૈવવિઘટન (સડો) થતી જગ્યાઓ પર જોવા મળે છે.

બિમારી ના લક્ષણો :- મ્યુકોર માઇકોસિસ મા મુખ્ય લક્ષણો જોઈએ તો નાક પર કાળા ડાઘા થવા અથવા રંગ ફિક્કો પડી જવો, આંખોમાં ઝાંખપ અથવા ડબલ દેખાવું, છાતીમાં પીડા, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ઉધરસમાં લોહી આવવું વગેરે લક્ષણો જોવા મળે છે.

આ રોગ કોરોના દર્દી ને થાય છે પરંતુ દરેક દર્દી ને થાય જ તેવુ નથી અને સમય સાથે યોગ્ય સારવાર થી આ રોગ ને આસાની થી મટાડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!