દેશ મા મુશ્કેલી સમયે ટાટા ગૃપ આવ્યુ મદદે, કરી આ ખાસ વ્યવસ્થા
દેશ મા કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો ઓકસીજન અને ઈન્જેકશન માટે વલખા મારી રહ્યા છે અને સમયસર મળી નથી રહયા આવી મુશ્કેલી ભરી પરીસ્થિતી મા ટાટા ગૃપ મદદ આવ્યુ છે ટાટા ગ્રુપ લિકવિડ ઓકસીજન લઇ જવા માટે 24 ક્રાયોજેનિક કન્ટેઇનરોને આયાત કરીને દેશમાં ઓકસીજનના સંકટને દુર કરવામાં મદદ કરશે.
ટાટા ગ્રુપે તેના tweeter પર જણાવ્યું કે ટાટા ગ્રુપ લિકવિડ ઓકસીજન લઇ જવા માટે 24 ક્રાયોજેનિક કન્ટેઇનરોને આયાત કરીને દેશમાં ઓકસીજનના સંકટને દુર કરવામાં મદદ કરશે. ચાર્ટર્ડ પ્લેન દ્વારા ક્રાયોજેનિક કન્ટેઇનરો ને આયાત કરવામા આવી રહયા છે. ક્રાયોજેનિક કન્ટેઇનરો ને સીલીંડર પણ કહેવા મા આવે છે. જેમા ગેસ ને પરિવહન કરવા માટે અને સંગ્રહ કરવા માટે ઉપયોગ મા લેવા મા આવે છે
ગયાં વર્ષે પણ કોરોના ની શરુવાત મા અને લોક ડાઉન સમયે ટાટા ગૃપ પી એમ કેર ફંડ મા 1500 કરોડ ની સહાય કરી હતી અને અનેક જગ્યા એ માસ્ક અને સેનીટાઈઝર ની વ્યવસ્થા પણ કરી આપી હતી