Religious

ધંધાદારી માણસોની ભેળસેળ પ્રવૃત્તિ બંધ કરાવી, જાણો રામદેવપીરનો આ પરચો

માતાના લાડ અને પિતાના પ્યારની છત્રછાયા નીચે વીરમદેવ અને રામદેવનો ઉછેર થઇ રહ્યો હતો. બાળ સહજ વૃત્તિથી બંને ભાઇઓ જાતભાતની માંગણીઓ કરતા હતા. માતા મીનળદે વ્હાલસોયા બાળકોની તમામ માગણીઓ પૂરી કરતા હતા. બંને ભાઇઓ પા પા પગલી ચાલી શકે તેટલા મોટા થઇ ગયા હતા. એક વાર રામદેવે એક માણસને ઘોડા પર સવાર થઇને જતો જોયો.

રામદેવે પણ એકલાજ ઘોડા પર બેસવાની બાળહઠ પકડી. પા પા પગલી ચાલી શક્ત બાળક એકલાજ ઘોડા પર કેવી રીતે બેસી શકે? માતા મીનળદેએ ઘણું સમજાવ્યા. માવા મીઠાઇ લાવી આપ્યા પરંતુ રામદેવ માન્યા નહીં. આખરે માતા મીનળદેએ દાસી મારફતે એક દરજીને બોલાવ્યો. મીનળદેએ દરજીને થોડું કાપડ આપ્યું અને તેમાંથી રામદેવ રમી શકે તેવો ઘોડો બનાવી લાવવા કહ્યું. સંજોગો વસાત મીનળદેએ આપેલ કાપડ લીલા રંગનું હતું.

પરંતુ રમકડુ તો રમકડુ જ હોય. રમકડાનો આકાર કે કલર જોવાનો ના હોય. બસ બાળકનું મનોરંજન થવુ જોઇએ. રાજમાતાની આજ્ઞાથી દરજીએ સરસ મજાનો નાનો ઘોડો બનાવી આપ્યો.

દરજીના હાથમાં પહેલીવાર કિંમતી રાજકાપડ આવ્યું હતું. દરજીની ધંધાદારી વૃત્તિ મુજબ કિંમતી રાજકાપડમાં કટકી(ચોરી) કરી. માત્ર બહારથીજ લીલું રાજકાપડ વીંટાળ્યું અને અંદરના ભાગમાં પરચૂરણ ગાભા ભરી દિધા. સમાજને સુધારવા અને માનવ સમાજનું નિર્માણ કરવા પધારેલ પરમશક્તિએ આ વાત જાણી. રામદેવજીએ દરજીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

દરજીએ બનાવેલ નાના ઘોડા પર બેસી રામદેવ આનંદથી રમવા લાગ્યા. માતા પણ ખુશ થયા. નિત્યક્રમની ઘોડે સવારી કરતા કરતા એક દિવસ રામદેવજીએ ગરુડજીનું આહ્વાન કર્યું. ગરુડજી આવ્યા, સૂમરૂપે ધોડામાં પ્રવેશ્યા અને રામદેવને લઈને સ્વર્ગલોક તરફ ઊડી ગયા. પામર, મનુષ્યોએ રમકડાંના ઘોડાને ઉડતો જોયો. રામદેવજીને ભૈરવ રાક્ષસ આકાશમાં લઈ ગયો, તેવી અફવાઓ વહેતી થઈ. રાજમાતા વિલાપ કરવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!