ધોની એ નહી પણ આ ભારતીય ખેલાડી એ હેલીકોપ્ટર શોર્ટ ની શરૂઆત કરી,વિશ્વાસ ના આવે તો જુવો વિડીઓ
પૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની તેના હેલિકોપ્ટર શોટ માટે જાણીતો છે. ધોનીએ મલિંગાથી મિશેલ જોહન્સન અને શોએબ અખ્તર સુધીના બોલરોને ધોલાવ્યા છે અને તેની યોર્ક બોલ પર ઘણા સિક્સર ફટકારી છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે ધોની પહેલા પણ ભારતીય કેપ્ટન વિદેશી બોલરોના યોર્કર બોલ પર ઘણા બધા હેલિકોપ્ટર શોર્ટ મારતો હતો. આ ખેલાડીનું નામ મોહમ્મદ અઝહરુદ્દીન હતું.
Classic Azhar pic.twitter.com/DeRJjfQlzl
— Stone Cold (@StoneCo06301258) May 15, 2021
વાયરલ વીડિયોમાં, અઝહર દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લાન્સ ક્લસનરના યોરકર બોલ પર મિડવીકેટની દિશામાં ચોકકો ફટકાર્યો. તેના હેલિકોપ્ટર શોટે ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. અઝહરે આ શોટ 1996 માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં એક ટેસ્ટ મેચ દરમિયાન રમ્યો હતો.
મોહમ્મદ અઝહરુદ્દીનની શાનદાર ઇનિંગ્સ છતાં ભારત 329 રનના મોટા અંતરે મેચ હારી ગયું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની આ બીજી મેચ હતી. ભારતે શ્રેણીની પહેલી મેચ 64 રનથી જીતી હતી. બીજી મેચમાં કારમી હાર બાદ ભારતે ત્રીજી મેચ 280 રનના અંતરે જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી. આ શ્રેણીમાં અઝહર સૌથી વધુ રન બનાવનાર હતો. તેણે 2 સદી અને 1 અડધી સદીની મદદથી 388 રન બનાવ્યા હતા.