પતિ કારમાં જ જીવતો સળગી ગયો એના આઘાતમાં પત્નીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું.
કહેવાય છે ને કે, આપણા હિન્દૂ ધર્મમાં રિવાજ છે કે સ્ત્રીઓ અને પુરુષ લગ્નમાં અગ્નિની સાક્ષીએ જીવનની સાથે રહેવામાં વચનો લઈ છે અને જીવનના દરેક સુખ દુઃખમાં સાથ આપે છે, ત્યારે આજે આપણે એક એવા કિસ્સાની વાત કરવાની છે કે , તમે પણ ચોંકી જશો. ભારતની નારી ખરેખર ધન્ય છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે પૌરાણિક કથા મુજબ સીતાજી એ પતિને ખાતર વનમાં પોતાનું જીવન વિતાવ્યું અને સાવિત્રી તો પોતાના પતિને પ્રાણ યમ પાસેથી લાવી.
હાલમાં જ એક એવી ઘટના કળયુગમાં ઘટી! મધ્ય પ્રદેશમાં 35 દિવસ અગાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાગર પાસે સર્જાયેલી એક ગોઝારી ઘટનામાં નજર સામે જ પતિ કારમાં સળગીને ભડથું થઈ ગયો હતો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે મૃતક ની પત્ની રિઝવાના ખાન (32 વર્ષ) હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શાહગઢમાં પિતા લિયાકત ખાનના ઘરે રહેતી હતી.
શુક્રવારે સવારે રિઝવાનાને ઉંઘમાંથી જાગી તૈયાર થવાનું પરિવારે કહ્યું હતું. પણ ઘણો સમય પસાર થઈ જવા છતાં રિઝવાના રૂમની બહાર આવી ન હતી, જ્યારે પરિવારે રૂમમાં જઈ તપાસ કરી તો ત્યાંનું દ્રશ્ય કંઈક અલગ જ હતું. રિઝવાના ફાંસી લગાવી લીધી હતી. પરિવારે પોલીસને જાણ કરતા શાહગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યું હતું, સ્ત્રી પણ એટલી જ દાઝી ગઈ હતી પરંતુ તેનો જીવ બચી ગયો હતો છતાં પણ તેને પોતાના પતિનું મોતનો ઘા સહન ન કરી શકી એના કારણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો.