પત્ની ના આડા સંબંધ મા નડતા પતિ સાથે પત્ની એ જે કર્યુ એ જાણી હોશ ઉડી જશે
ખરેખર માણસ પ્રેમમાં એટલો ગાંડો થઈ જાય છે કે, તે શું કરી રહ્યો છે તેનું પણ ભાન પણ નથી રહેતું. ત્યારે આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાની છે જેને જાણીને તમે સૌ કોઈ ચોંકી જશો! લગ્ન પછીનાં જીવનમાં કોઈ જો ત્રીજું વ્યક્તિનું આગમન થાય તો સમજી લેવું કે તમારું લગ્ન જીવન ભંગાણ નાં આરે છે. તેમજ અનેક વિકટ પરિસ્થિતિઓનું પણ સાથો સાથ સર્જન થાય છે.
બિહાર રાજ્યના ગયામાં એક મહિલાના આડા સંબંધોની ગંધ પતિને આવી જતા જીવલેણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહિલાના પિયરપક્ષના લોકોએ પતિની ક્રુર હત્યા કરી નાંખી છે. જેને લઈને મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. એવું પણ જાણવા મળ્યું છે કે, મહિલાના પરિવારજનોએ પહેલા પતિ સાથે ખૂબ મારપીટ કરી હતી.
એક પોલીસ અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે, સલેમપુર નિવાસી મુન્ના ગુપ્તાની પત્ની જુલીનું કોઈ યુવક સાથે અફેર હતું. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પત્નીના આ આડા સંબંધની ગંધ મુન્નાને થઈ ગઈ હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે, મુન્નાએ પોતાની પત્નીને પ્રેમી સાથે કઢંગી સ્થિતિમાં પકડી પાડી હતી. ત્યારથી બંને વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા.
એવો પણ આક્ષેપ છે કે, જુલીએ પોતાના પિયરના લોકો માતા-પિતા તથા અન્ય સાથે મળીને પતિ સાથે મારામારી કરી હતી. આરોપીએ બેહોશ થયા બાદ પતિના મોઢા, કાન અને નાકમાંથી ફેવિક્વિક નાંખી દીધું હતું. પછી છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. અન્ય બે આરોપીને પકડી લેવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ધરપકડ થયા બાદ સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ત્રણેય વ્યક્તિએ પોતાના ગુનાની કબુલાત કરી લીધી છે.