પત્ની ના મૃત્યુ ના સાથ સાત જ દિવસ મા પતિએ પણ જીવન ટુકાવ્યું અને સ્યુ-સાઈડ નોટ મા લખી આ વાત
હાલ ના સમય મા અનેક આત્મ હત્યા ના બનાવો બની રહ્યા છે. પેટલાદ મા આવી જ એક ઘટના બની છે જેમાં હસ્તો ખેલતા પરીવાર નો માળો વિખાયો છે. પેટલાદ સુણાવ રોડસ્થિત મસીહ સોસાયટીમાં રહેતા મહીડા પરીવાર મા પહેલા પત્ની અને પછી પતિ એ આત્મ હત્યા કરતા ચકચાર મચી ગયો છે.
પેટલાદ-સુણાવ રોડ પર આવેલી મસીહ સોસાયટીમાં રહેતા નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડા ની પત્ની પ્રિયંકા એ સાત દિવસ અગાવ ઝેરી દવા પી ને આત્મ હત્યા કરી હતી બાદ મા 32 વર્ષીય નિશાંતે પમ બુધવારે રાત્રિના સમયે ડિપ્રેશનમાં દુપટ્ટાનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. તે તેની પાછળ અંત્તિમ ચિઠ્ઠી છોડી ગયો હતો, જેમાં મૃતકની પત્નીએ પાંચ દિવસ અગાઉ ઝેર પીને આપઘાત કર્યો હતો અને યુવકના સાસરિયાં તેમની બે દીકરીને લઈ જતાં ડિપ્રેશનમાં પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
પ્રિયંકા અને નિશાંત ના લગ્ન 2015 મા થયા હતા અને પત્ની પ્રિયંકા ડીસા સ્થિત થરામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં, જ્યારે નિશાંત ચાંગા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર (એમએચડબ્લ્યુ) તરીકે ફરજ બજાવતો હતો. અને તેવો ને બે દીકરી છે ઝેનન (ઉં.વ. 5) અને પ્રિનિસા (ઉં.વ. 1.5) પ્રિયંકા ના મૃત્યુ બાદ નીશાંત ના સાસરા વાળા પ્રિયંકા ના મૃત્યુ બાદ તેના ઘરે લય ગયા હતા. બન્ને દિકરીઓ ના અને પત્ની થી અલગ થયા ના વિરહ મા આ પગલું ભર્યુ હતુ.
આ અંગે મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. પોલીસે જે કબજે લઈ બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.