પુરષોત્તમભાઈ સોલંકી એ ચોખ્ખુ કહી દીધુ કે..
2022 ની વિધાનસભા ની ચુંટણી પહેલા રાજકારણ ઘણુ ગરમાયુ છે વિવિધ સમાજો એ પોતાનો સી એમ હોય એવી માંગ કરી છે અને સાથે આમ આદમી પાર્ટી પણ ઘણી સક્રીય થય છે દિલ્લી થી આમ આદમી પાર્ટી ના નેતાઓ ના આંટાફેરા વધ્યા છે તો ભાજપ ના મંત્રી એ એવુ નિવેદન આપ્યુ કે સૌનું ધ્યાન તેના તરફ પણ ગયુ છે.
મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીએ એવુ નીવેદન આપ્યુ કે, “વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે ભાજપ સરકારે રાહત પેકેજ તો જાહેર કર્યુ પણ હજુ સુધી તેનો અમલ થયો નથી. માછીમારોને કઇ મળ્યુ જ નથી. નેતાઓ માછીમારોનું કોઇ દુખ દર્દ જ સમજતા જ નથી. ભલે હું સરકારમાં છુ પણ ભાજપમાં માછીમારોને વધુ કશું જ અપાતુ નથી. દરિયાકાંઠા વિસ્તારમાં જઇને જુઓ તો ખ્યાલ આવશે તે ગરીબોની કેવી દશા છે,લોકોને ખાવાના ય ફાંફા છે.
સરકાર બધી વાતો કરે છે પણ જેટલું પહોંચવુ જોઇએ તે પહોચી શક્યુ જ નથી. સરકારે અિધકારીઓને દરિયાકાંઠા વિસ્તારમાં મોકલીને સર્વે કરાવવો જોઇએ.” પાટીદાર સમાજ ની બેઠક બાદ કોળી સમાજે પણ ભાવનગર ખાતે સંમેલન નુ આયોજન કર્યુ હતુ તેથી રાજકીય ગતિવિધી તેજ થય હતી.