પૂર્વ મંત્રી ને વિડીઓ કોલ કરવો ભારે નડ્યો! જાણો શુ ઘટના બની
ખરેખર હાલમાં સોશિયલ મીડિયના જમાનામાં અનેક એવા બનાવ બનતા હોય છે કે, આપણે જાણીને ચોંકી જતા હોય છે. થોડા દિવસો જ પહેલા સુરતના એક નેતા સાથે ઓપન વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ પોતાની અંગત પળો માણી રહ્યા હતા ત્યારે ફરી એકવાર આવી જ ભયાનક ઘટના બની છે. ચાલો ત્યારે જાણીએ કે આખરે ઘટના શું ઘટી છે. ખરેખર આ ડિજીટલની દુનિયામાં ખૂબ જ સંભાળ લેવી જોઈએ કારણ કે, સમયની સાથે ક્યારે શું થઈ જાય એ આપણે કોઈ જાણતા નથી.
હાલમાં જ એક ઘટના બની જેમ રરકારમાં મંત્રી રહી ચૂકેલા અને વગદાર રાજકારણીને એક મહિલા ફેસબુક ફ્રેન્ડ સાથે વિડીયો કોલ કરવો ભારે પડ્યો અને વાત જાણે એમ છે કે ,આ રાજકારણીને ઓક્ટોબર 2020માં એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સૂત્રોનું માનીએ તો, યુવતીએ પોતાની ઓળખ દિલ્હી-ગુરગાંવમાં રહેતી અને જોબ કરતી પ્રોફેશનલ તરીકે આપી હતી. ત્યારબાદ ખૂબસુરત યુવતી અને પૂર્વ મંત્રી વચ્ચે વાતચીત શરુ થઈ અને બંનેએ એકબીજાના ફોન નંબર પણ એક્સચેન્જ કર્યા હતા.
બંને વચ્ચે સતત વાર્તાલાપ થવા લાગી અંર એકવાત યુવતી કહ્યું કે તમે એકલા છો તો મંત્રીએ જવાબ ‘હા’માં આપ્યો તો યુવતીએ મંત્રીને ‘બસ હમણા તમને સરપ્રાઈઝ આપું છું..’ તેમ કહીને ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો.ત્યારબાદ થોડીવારમાં જ મંત્રીની ફ્રેન્ડે એક વિડીયો કોલ કર્યો, જેમાં તે કપડાં પહેર્યા વગર દેખાઈ રહી હતી. મંત્રી પણ પોતાની ફ્રેન્ડને નિર્વસ્ત્ર હાલતમાં જોઈ મૂડમાં આવી ગયા હતા. જોકે, તેમનો આ મૂડ લાંબો સમય સારો નહોતો રહી શક્યો. ત્રણ મિનિટનો આ વિડીયો કોલ જેવો પૂરો થયો કે તરત જ નેતાના ફોન પર વિડીયો આવી ગયો હતો. જે તેમણે પોતાની ફ્રેન્ડ સાથે કરેલા વિડીયો કોલનું રેકોર્ડિંગ હતું. આ વિડીયોમાં પૂર્વ મંત્રીએ નિર્વસ્ત્ર અવસ્થામાં રહેલી યુવતી સાથે કઈ સ્થિતિમાં વાત કરી તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
આ વિડીયો જોઈને ફફડી ગયેલા પૂર્વ મંત્રી પાસેથી તેમની ‘ફ્રેન્ડ’એ અઢી લાખ રુપિયાની ડિમાન્ડ પણ કરી હતી, અને ધમકી આપી હતી કે જો ડિમાન્ડ પૂરી ના થઈ તો આ વિડીયો તેમના તમામ પરિચિતોને મોકલી દેવામાં આવશે. પોતાનો વિડીયો ઉતરી જતાં દોડતા થઈ ગયેલા પૂર્વ મંત્રીએ શરુઆતમાં તો પોતાની ફ્રેન્ડની ડિમાન્ડ પૂરી કરી હતી, પરંતુ તેનો અંત જ ના આવતા આખરે પોતાની લાગવગ લગાડીને પોલીસને આ અંગે જાણ કરી હતી.