ભયંકર અકસ્માત મા 11 લોકો ના જીવ ગયા ! રોડ પર લાશો ની…

દેશ અને રાજ્ય મા રોજ અનેક અકસ્માત થતા હોય છે જેમા આપણે પણ એટલા જ જવાબદાર હોઈએ છીએ કારણકે ટ્રાફીક ના નિયમો નુ પાલન નથી કરતા હોતા. રાજસ્થાન મા એક ભયાનક અકસ્માત થયો છે જેમા 11 લોકો ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે કહેવામાં આવી રહ્યુ છે કે 12 સીટર જીપ મા 18 લોકો સવાર હતા.

જાણવા મળતી વિગતો અનુસાર રાજસ્થાનના નાગૌર મા એક ભયાનક અકસ્માત થયો છે. નોખા બાયપાસ પાસે આ ગમખ્વાર અકસ્માતમાં 11 લોકો ના કરુણ મોત થય ગયા છે જયારે 7 લોકો ને ગંભીર ઈજા ઓ પહોચી હતી. આ અકસ્માત તુફાન ગાડી અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે જેમાં તુફાન કાર મા કુલ 18 લોકો હતા. આ અકસ્માત બાદ હાઈ વે ટ્રાફીક જામ થઈ ગયુ હતુ.

આ અકસ્માત નો ભોગ બનનાર તમામ લોકો MP ના ઉજ્જૈન જિલ્લાના ઘટિયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 8 મહિલા અને 3 પુરુષો છે. આ તમામ લોકો રામદેવરા ના દર્શન કરી ને કરણી માતા ના દર્શને ગયા હતા અને ત્યાથી મધ્ય પ્રદેશ જવા રવાના થયા હતા.

કહેવામાં આવી રહ્યુ છે કે ટ્રેલર કાર ને જોરદાર ટક્કર મારી હતી અને કાર મા રહેલા લોકો માથી 8 લોકો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેમાથી અન્ય ત્રણ લોકો સારવાર દરમ્યાન મોત થયા હતા. અકસ્માત બાદ સ્થાનીક લોકો અને 108 ની ટીમ મદદે પહોંચી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *